Gujarati News

Gujarati News

News of Tuesday, 1st January 2019

ફોટોગ્રાફર નિશુ કાચાના કાકાશ્રી તથા મનિષ કાચા (ફુલછાબ)ના પિતાશ્રી

ફુલછાબના નિવૃત ચિફ ન્યુઝ ફોટોગ્રાફર પ્રવિણ કાચાનું દુઃખદ અવસાન : ઘેરો શોક

રાજકોટઃ શહેરના સુપ્રસિધ્ધ દૈનિક અખબાર ફુલછાબમાં વર્ષો સુધી ચીફ ન્યુઝ ફોટોગ્રાફર અને ઝીંદાદીલ ઇન્સાન પ્રવિણ  કાચાનું આજરોજ ૧ જાન્યુઆરીને મંગળવારના રોજ દુઃખદ અવસાન થતા અખબાર જગતમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ છે. અનેકવિધ ઐતિહાસિક ઘટનાઓ તથા સારા-નરસા બનાવોને કેમેરામાં કેદ કરનાર પ્રવિણ કાચા સ્વ.ખીમજીભાઇ કાચા, હંસાબેન, જયંતભાઇ કાચા તથા સરોજબેન હસમુખરાય ખોલીયાના ભાઇ થતા હતા. પ્રમિલાબેનના પતિ, મનીષ (ફુલછાબ), ગૌરવ, હેતલ, સોનલના પિતાશ્રી દિપકભાઇ ટાંક, નિલેશભાઇ ટાંકના સસરા,  સંજય અજાગીયા (ફુલછાબ) અને રાજેષ અજાગીયાના બનેવી તથા ફુલછાબના ફોટોગ્રાફર નિશુ કાચાના કાકાશ્રી થતા હતા. વર્ષો સુધી ફુલછાબમાં પ્રમાણીકપણે ફરજ બજાવનાર પ્રવિણભાઇ લવજીભાઇ કાચા અખબારી જગતમાં પ્રવિણ કાચાના હુલામણા નામથી જાણીતા હતા. ખુબ જ મિલનસાર અને હસમુખા સ્વભાવના પ્રવિણભાઇના દુઃખદ અવસાનથી શહેરના ફોટોગ્રાફર એસોસીએશન તથા પત્રકાર જગતમાં દુઃખની લાગણી અનુભવી હતી. પ્રભુ આ નેકદિલ ઇન્સાનને ચિર શાંતિ અર્પે તેવી પ્રાર્થના. ઓમ શાંતિ...શાંતિ...શાંતિ. સદગતને અકિલા સ્ટાફ પરીવારે શ્રધ્ધાંજલી અર્પી હતી. (૪.૨)

 

(11:54 am IST)