Gujarati News

Gujarati News

News of Monday, 1st January 2018

તમામ ક્ષેત્રોમાં રાજયને રોલમોડેલ બનાવાશેઃ વિજયભાઇ રૂપાણી

રાજકોટઃ વિક્રમજનક સરસાઇથી જીતેલા અને સતત બીજીવાર રાજયના મુખ્યમંત્રી એવા રાજકોટવાસી વિજયભાઇ રૂપાણીના સન્માન કાર્યક્રમોની શ્રેણીબંધ કાર્યક્રમો રાજકોટ ખાતે યોજાયા હતા.આ પ્રસંગે રાજકોટવાસીઓના પ્રેમ તથા આશીર્વાદનો મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ નતમસ્તકે સ્વીકાર કર્યો હતો. રાજકોટના નાગરિકોએ પાઠવેલી અભિવંદના પ્રત્યે વજયભાઇ ભાવ વિભોર બન્યા હતા. શહેરીજનોને સંબોધતાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટ સહિત સમગ્ર રાજયનો સર્વાંગી વિકાસ કરવા જવાબદારી સાથે ખાત્રી ઉચ્ચારી હતી અને રાજયનું નેતૃત્વ સોંપવા બદલ રાજયના નાગરિકોનો આભાર માન્યો હતો.રાજકોટ શહેરની ચારેય સીટ પર ભાજપને ભવ્ય વિજય મળ્યા બદલ મુખ્યમંત્રી રૂપાણીએ રાજકોટના નાગરિકોને ધરપત આપી હતી કે હું કોઇને હરાવવાને બદલે રાજકોટવાસીઓના દિલ જીતવાની નેમ સાથે કામ કરવા માગું છું. જેમાં શહેરના વિકાસ માટે નાગરિકોના સૂચનોની શ્રી રૂપાણીએ અપેક્ષા રાખી હતી. શિક્ષણ, આરોગ્ય, ઉદ્યોગ, વિકાસ વગેરે જેવા તમામ ક્ષેત્રોમાં રાજયને રોલમોડેલ બનાવવાની મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પ્રતિબધ્ધતા દોહરાવી હતી. ગુજરાતની જનતાની તમામ પ્રકારની અપેક્ષા પર ખરા ઉતરવાનો કોલ પણ રૂપાણીએ આ તકે ઉચ્ચાર્યો હતો. અધુરી ટર્મમાં આદરેલા અસંખ્ય કામો પુરી ટર્મમાં પુરા કરવાનો વિશ્વાસ વ્યકત કર્યો હતો. શહેરીજનોના પ્રેમ તથા શુભેચ્છાઓને શ્રી રૂપાણીએ પોતાની તાકાત ગણાવ્યા હતા. જેના પાયા પર જ મુખ્યમંત્રીશ્રી પદ શકય બન્યું.વિદાય લેતા વર્ષની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રીરૂપાણીએ શહેરીજનો તથા રાજયના નાગરિકોને આવનારા વર્ષની શુભેચ્છા પણ પાઠવી હતી. રાજકોટ શહેર નાગરિક અભિવાદન સમિતિ દ્વારા સત્યમ પાર્ટી પ્લોટપ્લોટ ખાતે મુખ્યમંત્રીશ્રીનો અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું વિવિધ સ્મૃતિચિહનો, શાલ, તલવાર, ફૂલોના હાર, ફળોની ટોપલી વગેરેથી સન્માન કરાયું હતું.  મુખ્યમંત્રીશ્રીના હસ્તે દિપ પ્રાગટયથી કાર્યક્રમનો શુભારંભ થયો હતો. મુખ્યમંત્રીશ્રીના કાર્યકાળ દરમિયાન થયેલા વિવિધ વિકાસ કામો રજૂ કરતી ટૂંકી ડોકયુમેન્ટ્રી, ફિલ્મનું આ પ્રસંગે પ્રસારણ કરાયું હતું. સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળાએ પ્રાસંગિક પ્રવચનમાં મુખ્યમંત્રી સાથેના સંસ્મરણો તાજા કર્યા હતા. આ કાર્યક્રમમાં નવનિયુકત ધારાસભ્યો ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઇ રૈયાણી, લાખાભાઇ સાગઠિયા પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરિયા, મેયર ડો. જૈમનભાઇ ઉપાધ્યાય, ભાજપ અગ્રણી શ્રી નીતીનભાઇ ભારદ્વાજ, શ્રીમતિ અંજલિબેન રૂપાણી, શહેર ભાજપ અધ્યક્ષ કમલેશભાઇ મીરાણી ગુજરાત મ્યુનિ. ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, સાંસદ મોહનભાઇ કુંડારીયા, ડેપ્યુટી મેયર ડો. દર્શિતાબેન શાહ, કલેકટર ડો. વિક્રાંત પાંડે, મ્યુનિ. કમિશ્નર બંછાનીધી પાની, ખોડલધામ સંસ્થાના પ્રમુખ શ્રી પરેશ ગજેરા, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ  ધનસુખભાઇ વોરા, ઉદ્યોગકાર મૌલેશભાઇ ઉકાણી, જયોતીન્દ્રભાઇ મહેતા, નરેન્દ્રસિંહ જાડેજા, પરાક્રમસિંહ જાડેજા, ડો.અમિત હાપાણી, નલીનભાઇ વસા, રામભાઇ મોકરીયા, પુરૂષેાતમભાઇ પીપળીયા, પરેશભાઇ ગજેરા, જીતુભાઇ બેનાણી, મનસુખભાઇ પાણ, ચંદુભાઇ સંતોકી, રામભાઇ મોકરીયા, જયોતિન્દ્રભાઇ મહેતા, ભીખુભાઇ વિરાણી, મુકેશભાઇ શેઠ, ઇન્દુભાઇ વોરા, વલ્લભભાઇ સતાણી, નિતીનભાઇ રાયચુરા, મનીષભાઇ માદેકા, શીલાબેન ચાંદ્રાણી, ડો. એસ.ટી.હેમાણી, નરેશભાઇ ડોડીયા, રાજેનભાઇ વડાવીયા, જગજીવનભાઇ સખીયા વગેરે ઉપસ્થિતચ રહ્યા હતા. અભિવાદન કાર્યક્રમનું નેતૃત્વ મુકેશ દોશી, ગુણવંતભાઇ ડેલાવાળા, ડી. વી. મહેતા, કિરીટભાઇ આદ્રોજા, જયેશભાઇ ઉપાધ્યાય, ડી. કે. વાડોદરીયા, યોગેશભાઇ પુજારા, ઉપેનભાઇ મોદી, શૈલેષભાઇ જાની, મહેન્દ્રભાઇ ફળદુ, ખોડુભા જાડેજા, જતીનભાઇ ભરાડ, ભુપેન્દ્રસિંહ વાઘેલા, અજયભાઇ પટેલ, ધ્રુવિકભાઇ પટેલ, વી. પી. વૈષ્નવ વગેરેએ સંભાળ્યુ હતુ. આ તકે ફ્રુટ બાસ્કેટ અને પુસતકો આપી મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કરાયુ હતુ. કાર્યક્રમના માર્ગદર્શક તરીકે રમેશભાઇ ટીલાળા, બીપીનભાઇ હદવાણી, યોગેશભાઇ પુજારા, કૌશિકભાઇ શુકલ, જીતુભાઇ ચંદારાણા, શીવલાલાભાઇ બારસીયા, ધનસુખભાઇ વોરા, જીવણભાઇ પટેલ, ચમનભાઇ લોઢીયા, ભાયાભાઇ સાહોલીયા, ડો. અતુલભાઇ પંડયા, ચંદ્રકાંતભાઇ શેઠ, નલીનભાઇ ઝવેરીએ સંભાળ્યુ હતુ. સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા ડી. વી. મહેતા અને વી. કે. વાડોદરીયાએ સંભાળી હતી. સંચાલન મુકેશ દોશીએ કરેલ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સુનીલ વોરા, શ્રીકાંત તન્ના, દર્શન પરીખ, નલીન તન્ના, શૈલેષ દવે તેમજ કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી. રાજકોટના તમામ ક્ષેત્રના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહયા હતા. જે તસ્વીરમાં નજરે પડે છે.(તસ્વીર-સંદિપ બગથરીયા

(3:40 pm IST)