Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૧૯
માગસર સુદ-પ
તા.૧-૧૨-ર૦૧૯,રવિવાર
નાગપૂજન,રવિયોગ-૯-૪૦થી શરૂ,
વ્યતિપાત મહાપાત ૧૧-૪૮ સુધી,
આજના ગ્રહો
સૂર્ય-વૃશ્વિક
ચંદ્ર-મકર
મંગળ-તુલા
બુધ-તુલા
ગુરૂ-ધન
શુક્ર-ધન
શનિ-ધન
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૭-૧૧,
સૂર્યાસ્ત-૬-૦૦
જૈન નવકારશી-૭-પ૯
ચંદ્રરાશિ-મકર (ખ,જ)
નક્ષત્ર-ઉત્તરાષાઢા
માંગલિક કાર્યોનો શુભ સમય
૮-૩રથી ચલ-લાભ-અમૃત-૧ર-૩૬ સુધી, ૧૩-પ૭થી શુભ-૧પ-૧૯ સુધી, ૧૮-૦૧ થી શુભ-અમૃત-ચલ-રર-પ૮ સુધી
શુભ હોરા
૮-૦પથી ૧૦-૪૮ સુધી, ૧૧-૪ર થી ૧ર-૩૬ સુધી, ૧૪-ર૪ થી ૧૭-૦૭ સુધી, ૧૮-૦૧થી ૧૯-૦૭ સુધી,
બ્રહ્માંડના સિતારા
વાંચકોને અંધશ્રદ્ધામાંથી બહાર કાઢવાની મારી એક નાની કોશિષ છે. અહીં વાંચકો પોતાના મિત્રોને પણ મારી વાત પહોંચડવામાં મદદ કરશે અને અંધશ્રદ્ધામાંથી બહાર લાવવામાં મદદ કરશે. તમારા વોટસએપ દ્વારા તમો ચોક્કસ સારૂ કામ કરી શકશે. અહીં મહેનતુ અને ઇમાનદાર લોકો યુવા વર્ગ આખો દિવસ મહેનત કરે છે ત્યારે બસો કે પાંચસો રૂપિયા કમાય છે જેમાં તેણે આઠ કલાક મહેનત કરેલ હોય છે. જયારે અંધશ્રદ્ધાના નામે નંગ કે ચમત્કારના નામે વગર મહેનતે લાખો કરોડો રૂપિયા કમાઇ શકાય છે. ગોમતી નદીના કિનારે મલતા પથ્થરને ગોમતીચક નામ મળેલ છે જે ત્યાં દ્વારકામાં મફત મલી શકે છે તો શહેરમાં બે રૂપિયામાં કે દશ રૂપિયામાં મલે છે તેવી જ રીતે લાલ-પીળા પત્થરને ચમત્કારના નામે કિંમતી બનાવવામાં અથવા કિંમતી દેખાડવામાં આવે છે અને લોકો મૂર્ખ બને છે. (ક્રમશ)