Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૨૦
તા.૩૧-૧૦-ર૦ર૦ શનિવાર
નિજ આસો સુદ-પૂનમ
પૂનમ રાત્રે ૮-૧૯ સુધી રહેશે. વાલ્મિકી જયંતિ, કાર્તિક સ્નાન આરંભ , માણેકગરી-શરદ પુનમ, ડાકોરનો મેળો, આયબીલ ઓળી સમાપ્ત, સરદાર પટેલ જયંતિ,
વ્રતની પૂનમ
સૂર્ય-તુલા
ચંદ્ર-મેષ
મંગળ-મીન
બુધ-તુલા
ગુરૂ-ધન
શુક્ર-કન્યા
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-પર
સૂર્યાસ્ત-૬-૦૯
જૈન નવકારશી-૭-૪૦
ચંદ્ર રાશિ-મેષ (અ.લ.ઇ.)
નક્ષત્ર-અશ્વિની
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-૦૮ થી અભિજીત-૧ર-પ૩ સુધી, ૮-૧૬થી ૯-૪૧ શુભ, ૧ર-૩૦થી ચલ-લાભ-અમૃત-૧૬-૪૪ સુધી, ૧૮-૦૯ થી લાભ-૧૯-૪૪ સુધી, ર૧-ર૦થી શુભ-અમૃત-ચલ-ર૬-૦૬ સુધી,
શુભ હોરા
૭-૪૮થી ૮-૪પ સુધી,
૧૦-૩૭ થી ૧૩-ર૭ સુધી,
૧૪-ર૩ થી ૧પ-ર૦ સુધી,
૧૭-૧ર થી ર૦-૧૬ સુધી
બ્રહ્માંડના સિતારા
-આજે પણ ભગવાન સત્યનારાયણની કથા કરી શકાય. શ્રદ્ધા પૂર્વક કરેલુ કાર્ય હંમેશા સારૂ જ રહે છે. ધર્મ કે દાન પુન માટે બધા જ દિવસો ઉત્તમ છે. સફળતા માટે દાન પુન અને મહેનત પણ જરૂરી છે. ઘણા લોકો કોઇને છેતરીને રાજી થાય છે તો ઘણા લોકોને ખબર હોય છે કે તેઓ છેતરાયા છે છતાં રાજી થાય છે. ઘણી વ્યકિતઓ કરોડપતિ કે લખપતિ ભીખારી હોય શકે. રૂપિયા ખૂબજ હોવા છતાં પણ સ્વભાવ લોભી પ્રકૃતિનો હોય છે. આવા લોકોના જીવનમાં ભોગવટો નથી હોતો આવા લોકો વધુ પૈસા બનાવવા લાલચમાં આવે છે. અને ચમત્કારોનો ભોગ બને છે.