Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૮
વીર સંવત રપ૪૮
શાલિવહન શક-૧૯૪૪
ઇસ્‍વીસન-ર૦૨ર
તા. ૧-૭-ર૦રર,શુક્રવાર
અષાઢ સુદ-ર
અષાઢી બીજ -રથયાત્રા
રાજયોગ સૂર્યોદયથી ર૭-પ૬
રવિયોગ ર૭-પ૬થી
આજના ગ્રહો
સૂર્ય-મિથુન
ચંદ્ર-કર્ક
મંગળ-મેષ
બુધ-વૃષભ
ગુરૂ-મીન
શુક્ર-વૃષભ
શનિ-કુંભ
રાહુ-મેષ
કેતુ-તુલા
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-મીન
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૬-૦૭,
સૂર્યાસ્‍ત-૭-૩૩
જૈન નવકારશી-૬-પપ
ચંદ્ર રાશિ- કર્ક (ઙ હ.)
નક્ષત્ર-પુષ્‍પ
રાહુ કાળ ૧૧-૧૦ થી ૧ર-પ૧
માંગલિક કાર્યોનો શુભ સમય
વિજય મુર્હુત ૧ર-ર૪થી ૧૩-૧૮સુધી
૬-૦૭ થી ચલ-લાભ-અમૃત
૧૧-૧૦ સુધી, ૧ર-પ૧ થી
શુભ-૧૪-૩૧ સુધી,
૧૭-પ૩ થી ચલ ૧૯-૩૪ સુધી
રર-૧ર થી લાભ ર૭-૩ર સુધી
શુભ હોરા
૬-૦૮ થી ૯-ર૯ સુધી,
૧૦-૩૬ થી ૧૧-૪૪ સુધી,
૧૩-પ૮ થી ૧૭-૧૯ સુધી
૧૮-ર૭ થી ૧૯-૩૪ સુધી,
બ્રહ્માંડના સીતારા
જન્‍મ કુંડલીમાં જો ચંદ્ર કેન્‍દ્રમાં હોય અને તેની સાથે શુક્ર બીરાજમાન હોય તો આવી વ્‍યકિત આર્થિક રીતે ખુબ જ નસીબદાર હોય છે. લગ્ન પછી ભાગ્‍યોદય થાય છે. એકંદર તંદુરસ્‍તી સારી રહે છે અહીં લવમેરેજની શકયતાઓ પણ કહી શકાય જો કે તે બાબત માટે જન્‍મ લગ્ન કઇ રાશિનું છે તે ખુબ જ મહત્‍વનું રહેલ છે. જો મેષ લગ્ન કે મેષ રાશિ હોય તો આવી શકયતાઓ વધી જાય છે. જો જન્‍મના શુક્રની સાથે શનિ હોય તો પોતાના કર્તા દેખાવ બાબત સામેનું પાત્ર નબળુ હોય છે. જો બંનેની રાશિ એક જ હોય તો બંનેને ખૂબ જ સારો મેળ રહે છે. દરિયાઇ જગ્‍યાએથી વિશેષ લાભ મળે છે. અહીં જન્‍મના ચંદ્રની સાથે જો રાહુ કે કેતુ હોય તો આવી વ્‍યકિત ખુબ જ મહત્‍વકાંક્ષા વાળી હોય છે.