Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૨૦
તા.૩૧-૩-ર૦૨૦,મંગળવાર
ચૈત્ર સુદ-૭,વાસન્તી પૂજા શાસ્વતી આયંબીલ બોળી, અને અઠ્ઠાઇ આરંભ,
રવિયોગ ૧૮-૪૪ સુધી,
આજના ગ્રહો
સૂર્ય-મીન
ચંદ્ર-મિથુન
મંગળ-મકર
બુધ-કુંભ
ગુરૂ-ધન
શુક્ર-મેષ
શનિ-મકર
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર
સૂર્યોદય-૬-૪ર,
સૂર્યાસ્ત-૬-પ૯
જૈન નવકારશી-૭-૩૦
ચંદ્રરાશિ-મિથુન (ક.છ.ઘ)
નક્ષત્ર-મૃગશીષ
માંગલિક કાર્યોનો શુભ સમય
૯-૪૬ થી ચલ-લાભ-અમૃત-૧૪-ર૩ સુધી, ૧પ-પ૬ થી શુભ-૧૭-ર૮ સુધી, ર૦-ર૮થી લાભ-ર૧-પ૬ સુધી, ર૩-ર૩ થી શુભ-અમૃત-ચલ-ર૭-૪૬ સુધી
શુભ હોરા
૮-૪પ થી ૧૧-૪૯ સુધી ૧ર-પ૧ થી ૧૩-પ૩ સુધી, ૧૬-પ૭થી ૧૯-૦૧ સુધી, ૧૯-પ૯થી ર૦-પ૭ સુધી,
બ્રહ્માંડના સિતારા
ઘણી વ્યકિતઓને એક જાતનું અભિમાન હોય છે. કોઇને દંભ હોય છે તો કોઇને ઇગો હોય છે. હવે આ બધી વસ્તુ પોતાના જીવનમા તો નુકશાન કરે જ છે. પણ પોતાના પરિવારમાં અને સમજમાં પણ નુકશાન કરે છે. આવા લોકોની કુંડલીમાં સૂર્ય અને ચંદ્ર બને દુષિત હોય છે કોઇપોતે સંસારનો ત્યાગ કરેલ છે તેવો દંભ કરતા હોય છે. સંસારનો ત્યાગ કરેલ હોવા છતાં સંસારની બાબતોમાં ખૂબજ રસ લેતા હોય છે. આવા લોકો સંસારીઓ કર્તા પણ ખૂબજ ખતરનાક હોય છે. તેમના ગ્રહો સૂર્ય ચંદ્ર અને શુક્ર બધાજ ગ્રહો શનિ કે રાહુની દૃષ્ટિમાં આવી જતાં હોય છે જેને લઇને તેઓ આ પ્રકારના દેખાવો કરે છે. આશ્રમ ખોલીને બેઠેલા લોકો કે સંસારનો ત્યાગ કરેલા લોકો જયારે સંસારની વાતો કરે તો આવી વ્યકિતથી સાવધાની રાખવી જોઇએ.