Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૧૯
માગસર સુદ-૪,
તા.૩૦-૧૧-ર૦૧૯,શનિવાર
વિનાયક ચોથ, ભદ્રા-૧૮-૦પ સુધી, વ્યતિપાત રર-પ૯ થી
આજના ગ્રહો
સૂર્ય-વૃશ્વિક
ચંદ્ર-ધન
મંગળ-તુલા
બુધ-તુલા
ગુરૂ-ધન
શુક્ર-ધન
શનિ-ધન
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૭-૧૦,
સૂર્યાસ્ત-૬-૦૦
જૈન નવકારશી-૭-પ૮
ચંદ્રરાશિ- ધન (ભ,ફ.ધ,ઢ)
૧૪-૩પ થી મકર (ખ,જ)
નક્ષત્ર-પૂર્વાષાઢા
માંગલિક કાર્યોનો શુભ સમય
૮-૩૧થી શુભ-૯-પ૩ સુધી, ૧ર-૩૬ થી ચલ-લાભ-અમૃત-૧૬-૪૦ સુધી, ૧૮-૦૧ થી લાભ -૧૯-ર૦ સુધી,
ર૧-૧૯થી શુભ-અમૃત-ચલ-ર-૧પ સુધી,
શુભ હોરા
૮-૦૪ થી ૮-પ૯ સુધી, ૧૦-૪૭ થી ૧૩-૩૦ સુધી, ૧૪-ર૪ થી ૧પ-૧૮ સુધી, ૧૭-૦૭ થી ર૦-૧૩ સુધી,
બ્રહ્માંડના સિતારા
ફકત ગ્રહોને દોષ દેવાની જરૂર નથી હોતી. ગ્રહોની ચાલની સાથે સાથે બુદ્ધિનો ઉપયોગ પણ કરવો જોઇએ. ઘણા ખૂબજ ભણેલા ગણેલ લોકો પણ અંધશ્રદ્ધામાં ડુબી જતા હોય છે અને તેમાં એટલા બધુ ડુબી જાય છે કે તેમાંથી બહાર નીકળવું મુશ્કેલ બની જાય છે અને જયારે બહાર નીકળે છે ત્યારે બધુ પતન થઇ ગયું હોય છે. આર્થિક રીતે જયોતિષોએ બેહાલ કરી દીધેલ હોય છે. ચમત્કારના નામે લુંટી લીધા હોય છે. ઘણા લોકોને આર્થિર રીતે સારૂ હોય છે પણ પછી મહેનત નથી કરવી અને જયોતિષો અને તાંત્રીક નામની વ્યકિતઓ પાસે જતા થઇ જાય છે અને પછી સમય-પૈસા અને શારીરીક અને માનસીક તન્દુરસ્તીનો નાસ થાય છે.