Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૨૦
તા.૩૦-૧૦-ર૦ર૦ શુક્રવાર
નિજ આસો સુદ-૧૪
પૂનમ સાંજે પ-૪૬થી શરૂ થશેે કોજાગર પૂર્ણિમા, પંચક ૧પ-પ૭ સુધી અમૃત સિદ્ધિયોગ ૧૪-પ૭ સુધી, ભદ્રા-૧૭-૪૬થી
સૂર્ય-તુલા
ચંદ્ર-મીન
મંગળ-મીન
બુધ-તુલા
ગુરૂ-ધન
શુક્ર-કન્યા
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-પ૧
સૂર્યાસ્ત-૬-૦૯
જૈન નવકારશી-૭-૩૯
ચંદ્ર રાશિ-મીન (દ.ચ.ઝ.થ.)
૧૪-પ૭ થી મેષ (અ.લ.ઇ.)
નક્ષત્ર-રેવતી
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-૦૮થી અભિજીત-૧ર-પ૩ સુધી, ૬-પ૧થી ચલ-લાભ-અમૃત-૧૧-૦૬ સુધી, ૧ર-૩૦થી શુભ-૧૩-પપ સુધી, ૧૬-૪પથી ચલ-૧૮-૦૯ સુધી ર૧-ર૦થી લાભ-રર-પપ સુધી,
શુભ હોરા
૬-પ૧થી ૯-૪૧ સુધી, ૧૦-૩૭થી ૧૧-૩૪ સુધી, ૧૩-ર૭થી ૧૬-૧૬ સુધી, ૧૭-૧૩થી ૧૮-૦૯ સુધી
બ્રહ્માંડના સિતારા
જન્મકુંડલીમાં જો શનિ બળવાન હોય અને જન્મનો ચંદ્ર પણ બળવાન હોય તો આવી વ્યકિતનું જીવન ખૂબજ સાદુ અને સાત્વીક હોય છે. કાર્યશકિત અને બુદ્ધિ બંને એક સાથે જોડાયેલા હોય છે અથવા કાર્ય શકિત અને બુદ્ધિને કનેકશન આપવાનું હોય છે. ચંદ્ર રાહુ અભિમાની બનાવે છે અથવા તો સ્વાર્થી બનાવે છે. મુશ્કેલીવાળા લોકો જો આવી વ્યકિત પાસે કોઇ માર્ગદર્શન કે મદદ લેવા જાય છે ત્યારે આવી વ્યકિતઓ તેની મજબુરી કે તકલીફોનો લાભ લ્યે છે. આજે પૂનમ છે ઘણા પરિવારમાં આજના દિવસે ભગવાન સત્યનારાયણની કથા કરતા હોય છે. પુનમ અને અમાસનું મહત્વ ખૂબ જ હોય છે. આ દિવસ ખગોળ શાસ્ત્રમાં પણ મહત્વનો રહે છે. કોઇ ચક્કરમાં ન પડવું પૂનમ આવતીકાલ રાત્રે ૮-૧૯ સુધી રહેશે.