Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવહન શક-૧૯૪૦
વીર સંવત રપ૪૪
ઇસ્વીસન-ર૦૧૮
તા.૩૦-૮-ર૦૧૮ ગુરૂવાર
શ્રાવણ વદ-૪, પંચક સમાપ્ત-
ર૦-૦૧, બોળ ચોથ, બહુલા ચોથ,
સંકષ્ટ ચતુર્થી ચંદ્રોદય ર૧-૩૭, સૂર્ય પૂર્વાફાલ્ગુની નક્ષત્રમાં
આજના ગ્રહો
સૂર્ય-સિંહ
ચંદ્ર-મીન
મંગળ-મકર
બુધ-કર્ક
ગુરૂ-તુલા
શુક્ર-કન્યા
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૩૦, સૂર્યાસ્ત-૭-૦પ,
જૈન નવકારશી-૭-૧૮
ચંદ્ર રાશિ-મીન (દ,ચ,ઝ,થ)
ર૦-૦૧ થી મેષ (અ,લ,ઇ)
નક્ષત્ર-રેવતી
કાર્યોનો શુભ સમય
૬-૩૦થી શુભ-૮-૦પ સુધી,
૧૧-૧૩ થી ચલ-લાભ-અમૃત-
૧પ-પ૬ સુધી, ૧૭-૩૧થી
શુભ-અમૃત-ચલ-ર૧-પ૭ સુધી,
શુભ હોરા
૬-૩૦ થી ૭-૩૩ સુધી, ૯-૩૯ થી ૧૧-૪પ સુધી, ૧૩-પ૧થી ૧૪-પ૪ સુધી, ૧૬-પ૯થી ર૦-૦ર સુધી
બ્રહ્માંડના સિતારા
આજે બોળચોથનું વ્રત પોતાના પરિવારના નિયમ મુજબ કર્તા હોય છે-અહીં પોતાની શ્રદ્ધા પ્રમાણે કર્મ કરવું-બાજરાનો રોટલો જમવામાં લેતા હોય છે. જન્મકુંડલીમાં જો પાંચમુ સ્થાન નબળુ હોય તો આવી વ્યકિતઓએ રોજ સૂર્ય નમસ્કાર કરવા અને ગુરૂવારનું વ્રત કરવું. જરૂરીયાત વાળી વ્યકિતને મદદ કરવી. ઁ નમઃ શિવાયના જાપ કરવા-અહીં કોઇ અંધશ્રદ્ધામાં ન અટવાઇ જવાય તેનું ખાસ ધ્યાન રાખવું. ચમત્કાર થતા નથી પણ વ્યકિતએ પોતે ચમત્કાર કરવા પડે છે. આ સમય દરમ્યાન મેડીટેશન યોગ કરવો પોતાની જાત ઉપર વિશ્વાસ રાખવો અને પોતે જરૂર સારા કાર્યો કરવામાં સફળ થશે તેવું વિચારવું.