Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭પ
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪પ
ઇસ્વીસન-ર૦૧૯
તા.૩૦-૬-ર૦૧૯ રવિવાર
જેઠ વદ-૧ર,
તેરશનો ક્ષય છે. પ્રદોષ યોગિની એકાદશી (ભાગવત)
દગ્ધયોગ-સૂર્યોદયથી ૬-૧ર ,
આજના ગ્રહો
સૂર્ય-મિથુન
ચંદ્ર-વૃષભ
મંગળ-કર્ક
બુધ-કર્ક
ગુરૂ-વૃશ્ચિક
શુક્ર-વૃષભ
શનિ-ધન
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૦૭,
સૂર્યાસ્ત-૭-૩૩,
જૈન નવકારશી-૬-પપ
ચંદ્ર રાશિ- વૃષભ (બ,વ,ઉ)
નક્ષત્ર-કૃતિકા
માંગલિક કાર્યોનો શુભ સમય
૭-૪૮થી ચલ-લાભ-અમૃત-૧ર-પ૧ સુધી, ૧૪-૩ર થી શુભ-૧૬-૧૩ સુધી, ૧૯-૩૪ થી શુભ-અમૃત-ચલ-ર૩-૩૮ સુધી
શુભ હોરા
૭-૧પ થી ૧૦-૩૬ સુધી, ૧૧-૪૪ થી ૧૮-પ૧ સુધી, ૧પ-૦પ થી ૧૮-ર૭ સુધી, ૧૯-૩૪ થી ર૯-ર૭ સુધી
બ્રહ્માંડના સિતારા
ઘણી વ્યકિતઓ આર્થિક રીતે ખૂબજ સદ્ધર હોવા છતાં તે પોતાની નાણાનો ઉપયોગ નથી કરી શકતા જેને ભોગવટો નથી તેવું કહી શકાય અતિ લોભી પ્રકૃતિ હોય છે. શુભ ગ્રહ પાપગ્રહના નવમોસમાં હોય છે તો આવી વ્યકિતની આર્થિક સ્થિતિ સારી હોય છે પણ ખોટા ધંધાથી આર્થિક લાભો મેળવે છે. જન્મના ચંદ્રને જો ભારવ સ્થાન સાથે જોવા મલે તો આવી વ્યકિતનું ભાગ્ય કોઇ સ્ત્રી સાથે જોડાયેલ હોય છે અને જેને લઇને તેનો ભાગ્યોદય જોવા મલે છે આવી ભાગીદારીથી જીવનમાં બંનેને સુખ અને સંપતિ મલે છે. વિદેશ કે દરિયાઇ જગ્યાએ પણ વ્યવસાયની ઇચ્છા ફળતી જોવા મલે છે. વિદેશ સાથેનો વ્યવસાય પણ સારો લાભ આપી શકે છે.