Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૨૦
તા.૩૦-પ-ર૦ર૦,શનિવાર
જેઠ સુદ-૮, દુર્ગાષ્ટમી,
ભદ્રા-૯-૦૦ સુધી, શુક્રનો અસ્ત, સ્થિર યોગ ર૮-૪૩ થી સૂર્યોદય,
સૂય-વૃષભ
ચંદ્ર-સિંહ
મંગળ-કુંભ
બુધ-મિથુન
ગુરૂ-મકર
શુક્ર-વૃષભ
શનિ-મકર
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર
સૂર્યોદય-૬-૦૩
સૂર્યાસ્ત-૭-૨પ
જૈન નવકારશી-૬-૫૧
ચંદ્ર રાશિ-સિંહ (મ.ટ.)
નક્ષત્ર-મઘા
માંગલિક કાર્યોનો શુભ સમય
અભિજીત : ૧ર-૧૮થી ૧૩-૧૧ સુધી, ૭-૪૪ થી શુભ-૯-ર૪ સુધી, ૧ર-૪પ થી ચલ-લાભ-અમૃત-૧૭-૪પ સુધી, ૧૯-રપથી લાભ-ર૦-૪પ સુધી, રર-૦પ થી શુભ-અમૃત-ર૪-૪પ સુધી,
શુભ હોરા
૭-૧૧ થી ૮-૧ ૮ સુધી, ૧૦-૩૧ થી ૧૩-પ૧ સુધી, ૧૪-પ૮થી ૧૬-૦પસુધી, ૧૮-૧૮થી ર૧-૧ર સુધી,
બ્રહ્માંડના સિતારા
જન્મકુંડલીમાં જો તુલા લગ્ન હોય તો આવી વ્યકિત ખૂબજ ન્યાયપ્રિય હોય છે. આવી વ્યકિત જો સરકારમાં કોઇ ઉચ્ચ હોદ્દો ઉપર હોય તો ખૂબજ ઇમાનદારી પૂર્વક કાર્ય કરે છે અને ખૂબજ સારી નામના મેળવે છે. જન્મ કુંડલીમાં જો દશમાં સ્થાનનો માલીક ચંદ્ર બનતો હોય તો પોતે હંમેશા પોતાના મા-બાપ અને વડીલોને ખૂબજ માન આપે છે તેમની સેવા કરે છે અને હંમેશા મા-બાપ અને વડીલની તબીયત બાબત ટેન્સન રાખે છે. પોતાના ભાઇ-બહેનોને પણ હંમેશા મદદ કર્તા રહે છે અને ઉદાર મનોવૃત્તિ રાખે છે. હંમેશા કોઇને કોઇ કાંઇ આપીને રાજી રહે છે. જન્મના ચંદ્રથી જો સૂર્ય છઠ્ઠે હોય તો સામાજિક માન પ્રતિષ્ઠા ખૂબજ સારી હોય છે. જો કે જન્મના બીજા ગ્રહોને પણ ધ્યાનમાં લેવા રોજ સૂર્ય નમસ્કાર કરવા દાનપુન કરવું.