Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૨૦
તા.૨૯-૧૦-ર૦ર૦ ગુરૂવાર
નિજ આસો સુદ-૧૩
સ્થિર યોગ-૧ર-૦૦થી સૂર્યોદય, રવિયોગ-પ્રારંભ ૧ર-૦૦,
સૂર્ય-તુલા
ચંદ્ર-મીન
મંગળ-મીન
બુધ-તુલા
ગુરૂ-ધન
શુક્ર-કન્યા
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-પ૧
સૂર્યાસ્ત-૬-૧૦
જૈન નવકારશી-૭-૩૯
ચંદ્ર રાશિ-મીન (દ.ચ.ઝ.થ.)
નક્ષત્ર-ઉતરા ભાદ્રપદ
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-પ૧ થી શુભ-૮-૧૬ સુધી, ૧૧-૦પ થી ચલ-લાભ-અમૃત-૧પ-ર૦ સુધી, ૧૬-૪પ થી શુભ-અમૃત-ચલ-ર૧-ર૦ સુધી
શુભ હોરા
૬-પ૧ થી ૭-૪૭ સુધી, ૯-૪૧થી ૧ર-૩૦ સુધી, ૧૩-ર૭થી ૧૪-ર૪ સુધી, ૧૬-૧૭થી ૧૯-૧૪ સુધી
બ્રહ્માંડના સિતારા
જન્મકુંડલી તમારા જીવનમાં જો સકારાત્મક વિચારોને પ્રબળ બનાવો તો જરૂરથી સારૂ માર્ગદર્શન મલી શકે છે. તમારી અંદરની ઉર્જા તમોને મદદ કરી શકે છે. તમારો આત્મવિશ્વાસ વધે તેવી વ્યકિતઓને તમારા મિત્ર બનાવો સારા પુસ્તકો વાંચો જે તમારો આત્મવિશ્વાસ વધારી શકતા હોય તમારા મનની અંદરના વિચારોને નબળા પાડતા હોય તેવું વાંચન બીલકુલ ન કરો. ઇશ્વર એ સહુને બુદ્ધિ આપેલ છે. કોઇને છેતરીને હજારો લાખો રૂપિયા પણ બનાવી શકાય છે. કોઇનો ભરોષો તોડીને પણ રૂપિયા બનાવી શકાય છે. સફળતા માટે મહેનતની પણ ખાસ જરૂર રહે છે. ગ્રહો ગમે તેટલા સારા હોય પણ જો વ્યકિત જાગૃતતા પૂર્વક કામ નહીં કરે તો ગ્રહો પણ સાથ નથી આપતા કર્મ તો કરવું જ પડે. રોજ સૂર્ય નમસ્કાર કરવા.