Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવાહન શક-૧૯૩૯
વીર સંવત રપ૪૪
ઇસ્‍વીસન-ર૦૧૭
તા.૨૮/૧ર/ર૦૧૭ ગુરૂવાર
પોષ સુદ-૧૦,
રવિયોગ-ર૪-૩૮ સુધી,
સૂર્ય પૂર્વાષાઢા નક્ષત્રમાં ર૯-૧રથી
સૂર્ય-ધન
ચંદ્ર-મેષ
મંગળ-તુલા
બુધ-વૃヘકિ
ગુરૂ-તુલા
શુક્ર-ધન
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-કુંભ
પ્‍લુટો-ધન
સૂર્યોદય-૭-૨૬
સૂર્યાસ્‍ત-૬-૦૯
જૈન નવકારશી-૮-૧૪
ચંદ્ર રાશિ-મેષ (અ.લ.ઇ.)
નક્ષત્ર-અશ્વિની
માંગલીક કાર્યોનો શુભ સમય
૭-ર૬થી ૮-૪૭ સુધી શુભ,
૧૧-ર૮ થી ચલ-લાભ-અમૃત-
૧પ-૩૦ સુધી, ૧૬-પ૧ થી
શુભ-અમૃત-ચલ ર૧-૩૦ સુધી
શુભ હોરા
૭-ર૬ થી ૮-ર૦ સુધી,
૧૦-૦૮ થી ૧ર-૪૯ સુધી,
૧૩-૪૩ થી ૧૪-૩૬ સુધી,
૧૬-ર૪ થી ૧૯-૧૮ સુધી,
* બ્રહ્માંડના સિતારા : -
સગાઇ લગ્ન બાબત જન્‍માક્ષર મેળવવા અને તેની સાથે સામેના પાત્રના પરિવારના સભ્‍યો બાબત પૂરી જાણકારી મેળવવી જરૂરી રહે છે એક વ્‍યકિત પોતાના કાર્યમાં ખૂબજ ઇમાનદારી પૂર્વક કાર્ય કરતી હોય પછી તે ઘર હોય કે ઓફીસ હોય અને જો તેના લગ્ન જે વ્‍યકિત સાથે થતા હોય તે વ્‍યકિત જો આળસુ હોય અથવા તો લગ્નની શરૂઆતનો સમય હરવા ફરવામાં જાય તે બરાબર છે પણ લગ્ન પછી પણ દશ-વીસ વર્ષે પણ બહાર ફરવા કરતા રખડવાની ટેવ પડી જાય છે અને જેને લઇને ઘરનું કામ કે ઓફીસમાં ધ્‍યાન નથી દેતા. ટુંકમાં બંનેના વિચારો એક ન થાય અને જેને લઇને લગ્ન જીવનમાં તનાવ રહે એકને ફરવા જવાનો શોખ હોય પછી ટાઇમ હોય કે ન હોય અને બીજી વ્‍યકિત પોતાની જવાબદારીને લઇને કામ કામ કરતી હોય જેથી ગેર સમજો ઉભી થાય છે.