Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭પ
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪પ
ઇસ્વીસન-ર૦૧૯
તા.૨૮-૯-ર૦૧૯,શનિવાર
ભાદરવા વદ-અમાસ, પૂનમનું-અમાસનું શ્રાદ્ધ, ચૌદશ-પૂનમ -અમાવસ્યાનું શ્રાદ્ધ ,
સર્વપિતૃ અમાસ, અન્વાધાન,
આજના ગ્રહો
સૂર્ય-કન્યા
ચંદ્ર-કન્યા
મંગળ-કન્યા
બુધ-કન્યા
ગુરૂ-વૃશ્ચિક
શુક્ર-કન્યા
શનિ-ધન
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૩૮
સૂર્યાસ્ત-૬-૩૭,
જૈન નવકારશી-૭-૨૬
ચંદ્રરાશિ- કન્યા (પ,ઠ,ણ)
નક્ષત્ર-ઉત્તરા ફાલ્ગુની
માંગલિક કાર્યોનો શુભ સમય
૮-૦૮થી શુભ-૯-૩૮ સુધી, ૧ર-૩૮થી ચલ-લાભ-અમૃત-૧૭-૦૭ સુધી, ૧૮-૩૭થી લાભ-ર૦-૦૭ સુધી, ર૧-૩૮થી શુભ-અમૃત-ચલ-૦-૩૮ સુધી,
શુભ હોરા
૭-૩૮થી ૮-૩૮ સુધી,
૧૦-૩૮થી ૧૩-૩૮ સુધી,
૧૪-૩૮થી ૧પ-૩૮ સુધી,
૧૭-૩૭થી ર૦-૩૭ સુધી
બ્રહ્માંડના સિતારા
ઇશ્વરની પ્રાપ્તી માટે અને તેમની કૃપા મેળવવા કોઇ ખર્ચ કરવાની જરૂર નથી હોતી તમો પોતે જ તમારા વહેવારો એવા રાખો કે ઇશ્વર હરહંમેશા તમોને મદદ કરે અથવા તમારી સાથે જ છે તેઓ અહેસાસ તમોને થવો જોઇએ. ન્યુઝ પેપરોમાં સમાચારો આવે છે તેમાં જયારે વ્યકિત અંધશ્રદ્ધામાં ડુબી જાય છે ત્યારે વ્યકિતનું પતન થઇ જાય છે. ઇશ્વર-પરમેશ્વરને મેળવવા માટે કોઇ માધ્યમની જરૂર નથી હોતી કયારેક બુદ્ધિજીવી વ્યકિત પણ અંધશ્રદ્ધામાં ડુબી જાય છે. ખાસ કરીને જેમના જન્મના ગ્રહોમાં સૂર્યની સ્થિતિ કેવી છે તેની ઉપર આધાર રાખે છે. બુધ સ્વગૃહી હોય તો આવી વ્યકિતઓ લોકોને વાત કરીને છેતરી શકે છે અને આર્થિક રીતે ખૂબજ સદ્ધરતા મેળવે છે.