Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭પ
શાલિવહન શક-૧૯૪૦
વીર સંવત રપ૪પ
ઇસ્વીસન-ર૦૧૯
તા.૨૮-૩-ર૦૧૯ ગુરૂવાર
ફાગણ વદ-૮,
કાલાષ્ટમી, વરસી તપનો પ્રારંભ (જૈન), આદિનાથ જન્મ કલ્યાણક, બુધ માર્ગી
આજના ગ્રહો
સૂર્ય-મીન
ચંદ્ર-ધન
મંગળ-વૃષભ
બુધ-કુંભ
ગુરૂ-વૃશ્ચિક
શુક્ર-કુંભ
શનિ-ધન
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૪પ
સૂર્યાસ્ત-૬-પ૮,
જૈન નવકારશી-૭-૩૩
ચંદ્ર રાશિ-ધન (ભ,ફ.ધ,ઢ)
નક્ષત્ર-મૂળ
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-૪પ થી શુભ-૮-૧૭ સુધી, ૧૧-ર૧ થી ચલ-લાભ-અમૃત-૧પ-પ૬ સુધી, ૧૭-ર૮થી શુભ-અમૃત-ચલ-ર૧-પ૬ સુધી,
શુભ હોરા
૬-૪પ થી ૭-૪૭ સુધી, ૯-૪૯થી ૧ર-પ૩ સુધી, ૧૩-પ૪થી ૧૪-પપ સુધી, ૧૬-પ૭થી ૧૯-પ૯ સુધી,
બ્રહ્માંડના સિતારા
તમારી જન્મકુંડલીમાં જો મંગળ દોષ છે મતલબ કે કોઇ જાણકાર વ્યકિત એ તમોને એમ કહેલ હોય કે મંગળ છે. મંગળનો દરેક વ્યકિતના ગ્રહોમાં હોય છે. બારે બાર ગ્રહો દરેક કુંડલીમાં હોય છે પણ સામાન્ય રીતે જો તમારી કુંડલીને મંગળદોષનું બીરૂદ મળેલ હોય તો તમો ભાગ્યશાળી છે તે બાબત કોઇ શંકા નથી- શા માટે તમો નસીબદાર છો તે બાબત કયારેક લંબાણ પૂર્વક ચર્ચા કરશું. મંગળ વિશે પાનાના પાના ભરાય જાય તેટલી માહિતી છે. અહીં જન્મ લગ્ન અને લગ્ન સ્થાનનો માલીક કંઇ રાશિમાં છે તે પણ ખૂબજ મહત્વનું રહેલ છે. વાંચકો મારા લેખના દર્શકો અને છાપા સાચવી રાખે છે અને વાંચકોને લેખો ઉપયોગી થાય છે તેવું વાંચકો કહે છે. રોજ સવારે સૂર્ય નમસ્કાર કરવા.