Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૭
ઇસ્વીસન-ર૦૨૧
તા.૨૮-૧-ર૦ર૧ ગુરૂવાર
પોષ સુદ-૧પ
શાકભર નવરાત્રી પૂર્ણ
વ્રતની પૂનમ
મા અંબાજીનો પ્રાકટોત્સ્વ
પોષી પૂનમ-વાઘસીત પ્રારંભ
આજના ગ્રહો
સૂર્ય-મકર
ચંદ્ર-કર્ક
મંગળ-મેષ
બુધ-કુંભ
ગુરૂ-મકર
શુક્ર-મકર
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૭-ર૯,
સૂર્યાસ્ત-૬-૩૦
જૈન નવકારશી-૮-૧૭
ચંદ્ર રાશિ- કર્ક (ઙ હ.)
નક્ષત્ર-અશ્વિની
માંગલિક કાર્યોનો શુભ સમય
અભિજીત ૧ર-૩૮થી ૧૩-રર સુધી, ૭-ર૯થી શુભ-૮-પર સુધી, ૧૧-૩૭થી ચલ-લાભ-અમૃત-૧પ-૪પ સુધી, ૧૭-૦૮ થી શુભ-અમૃત-ચલ-ર૧-૪પ સુધી,
શુભ હોરા
૭-ર૯ થી ૮-ર૪ સુધી ૧૦-૧૪થી ૧ર-પ૯ સુધી, ૧૩-પપ થી ૧૪-પ૦ સુધી, ૧૬-૪૦થી ૧૯-૩૬ સુધી
બ્રહ્માંડના સિતારા
આજ પોષ મહિનાની પૂનમ છે. જેથી તે પૂનમ પોષી પૂનમ તરીકે નામ છે. આમ તો દરેક પૂનમનું મહત્વ રહેલ છે આજે મા અંબાજીનો પ્રાકટોત્સ્વ દિવસ છે. માઇ ભકતો માતાજીના ઉપાસના કરશે. દિકરાઓ સાંજે ચંદ્રના દર્શન કરતા હોય છે. અને ભાઇ સાથે રમતા હોય છે. ભાઇની બહેન જમે કે રમે આ બધુ હવે ભૂલાતુ જાય છે. જન્મના ગ્રહોમાં જો શનિની સાથે ચંદ્ર હોય તો આવી વ્યકિત ખૂબ જ બુધ્ધિશાળી હોય છે અહી આ બાબત માટે ખાસ લખવાનું કે ઘણા લોકો જેઓ પાસે જયોતિષની પુરી જાણકારી નથી તેઓ આ યોગને ગભરાઇ જવાય તેવા નામો આપે છે. આપણા પૂર્વ સ્વર્ગસ્થ વડાપ્રધાન ઇન્દીરા ગાંધીની જન્મ કુંડલીમાં શનિ - ચંદ્રનો યોગ હતો વિશ્વમાં એવા ઘણા મહાનુભાવો થઇ ગયા જેઓ શનિ ચંદ્રનો યોગ સાથે જન્મેલ.