Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭પ
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪પ
ઇસ્વીસન-ર૦૧૯
તા.૨૭-૬-ર૦૧૯ ગુરૂવાર
જેઠ વદ-૧૦,
દશમ વૃદ્ધિતિથિ છે
પંચક ૭-૪૪ સુધી,
આજના ગ્રહો
સૂર્ય-મિથુન
ચંદ્ર-મીન
મંગળ-કર્ક
બુધ-કર્ક
ગુરૂ-વૃશ્ચિક
શુક્ર-વૃષભ
શનિ-ધન
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૦૬,
સૂર્યાસ્ત-૭-૩ર
જૈન નવકારશી-૬-પ૪
ચંદ્ર રાશિ-મીન (દ,ચ,ઝ,થ)
૭-૪૪થી મેષ (અ,લ,ઇ)
નક્ષત્ર-રેવતિ
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-૦૭ થી શુભ-૭-૪૭ સુધી, ૧૧-૦૯થી ચલ-લાભ-અમૃત-૧૬-પર સુધી, ૧૭-પ૩ થી શુભ-અમૃત-ચલ-રર-૧ર સુધી,
શુભ હોરા
૬-૦૭થી ૭-૧૪ સુધી,
૯-ર૮થી ૧ર-પ૦ સુધી,
૧૩-પ૭ થી ૧પ-૦પ સુધી,
૧૭-૧૯થી ર૦-ર૭ સુધી
બ્રહ્માંડના સિતારા
કયારેક વ્યકિત જીવનમાં ખૂબજ મહેનત કરે છે, પણ સફળતા ન મલતા હતાશ થઇ જાય છે. આવી વ્યકિત જો થોડી વાસ્તવિકતા સ્વીકારી લ્યે તો તેને જીવનમાં હતાશાઓ સામે લડવાની શકિત મલે છે અને હતાશા દૂર થતાં તેના જીવનમાં કંઇ દીશામાં કાર્ય કરવું જેથી પ્રગતિ થાય તેવું માર્ગદર્શન મલી જાય છે. આજના ભૌતિક યુગમાં જુની કહેવત યાદ આવી જાય છે. નાણા વગરનો નાથિયો અને નાણે નાથાલાલ સમાજમાં વ્યકિત કેવી છે તે બાબતને હવે ધ્યાનમાં લેવામાં આવતી નથી પણ જો નાણાકીય સ્થિતિ સારી હોય તો વ્યકિતને સફળ થયેલી માનવામાં આવે છે કેવા ગ્રહો હોય તો આવી સ્થિતિ થઇ શકે તે જોઇએ (કમશ)