Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૬
ઇસ્‍વીસન-ર૦૨૦
તા.૨૬-૩-ર૦૨૦,ગુરૂવાર
ચૈત્ર સુદ-ર, પંચક-૭-૧૭ સુધી
આજના ગ્રહો
સૂર્ય-મીન
ચંદ્ર-મીન
મંગળ-મકર
બુધ-કુંભ
ગુરૂ-ધન
શુક્ર-મેષ
શનિ-મકર
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-કુંભ
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૬-૪૭,
સૂર્યાસ્‍ત-૬-પ૮
જૈન નવકારશી-૭-૩પ
ચંદ્રરાશિ- મીન (દ.ચ.ઝ.થ)
૭-૧૭ થી મેષ-(અ.લ.ઇ)
નક્ષત્ર-અશ્વિની
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-૪૬થી શુભ-૮-૧૮ સુધી,૧૧-ર૧ થી ચલ-લાભ-અમૃત-૧પ-પ્‍૬ સુધી, ૧૭-ર૮થી શુભ-અમૃત-ચલ-ર૧-પ૬ સુધી,
શુભ હોરા
૬-૪૬ થી ૭-૪૮ સુધી, ૯-પ૦ થી ૧ર-પ૩ સુધી, ૧૩-પ૪ થી ૧૪-પપ સુધી, ૧૬-પ૭થી ૧૯-પ૮ સુધી
બ્રહ્માંડના સિતારા : -
જન્‍મકુંડલીમાં એકજ સરખા ગ્રહો હોય છતાં પણ ફળાદેશ અલગ અલગ આવી શકે છે. જન્‍માક્ષર જોઇને ફળાદેશ કહેનાર વ્‍યકિત જો તમારા જન્‍માક્ષરની નબળી વાતો જ કહેશે અને વિધી વિધાનના ચક્રકરમાં નાખશે તો તમારી અંદરની ઉર્જા નબળી પડી જશે. તમારો આત્‍મ વિશ્વાસ નબળો થઇ જશે. ઘણા લોકો અમારી પાસે આવે છે ત્‍યારે એવી વાતો કરતા હોય છે કોઇએ તેમને કહેલ કે તમારો ગુરૂ ખાડામાં છે જેને લઇને તમોને તકલીફો છે પણ શું તકલીફો છે કયાંથી શરૂ થઇ આ બાબતની જાણકારી નથી અપાતી જેને લઇને માર્ગદર્શન મલવાને બદલે ગોટે ચડી જવાય છે. જેથી જન્‍માક્ષર બતાવવા બાબત ખૂબજ સતર્કતા રાખવી જરૂરી છે. રોજ ચેરીટી દાનપુન પોતાની શકિત પ્રમાણે જ કરવી.