Gujarati News

Gujarati News

સોમવારનું પંચાંગ
તા. ૨૬-૯-ર૦રર સોમવાર
આસો સુદ ૧
શારદીય નવરાત્રી પ્રારંભ ઘટ સ્‍થાપન
માતાવહ શ્રાદ્ધ
વૈધુતિ મહાપાત ૮-૪૧ સુધી
સૂર્યોદય ૬-૩૭ સૂર્યાસ્‍ત ૬-૩૯
જૈન નવકારશી ૭-૨૫
ચંદ્ર રાશિ કન્‍યા (પ.ઠ.ણ.)
નક્ષત્ર- હસ્‍ત
રાહુ કાળ ૮-૦૮ થી ૯-૩૯ સુધી
પૂર્વ દિશામાં જતા ઈષ્‍ટદેવનું સ્‍મરણ કરવું
માંગલિક કાર્યોનો શુભ સમય
વિજય મુહૂર્ત ૧૨-૧૪ થી ૧૩-૦૨ ૬-૩૮ થી અમૃત ૮-૦૮ સુધી ૯-૩૮ થી શુભ ૧૧-૦૮ સુધી ૧૪-૦૮ થી ચલ- લાભ - અમૃત - ચલ ૨૦-૦૮ સુધી - ૨૩-૦૮ થી લાભ ૨૪-૩૮ સુધી
શુભ હોરા
૬-૩૮ થી ૭-૩૮ સુધી - ૮-૩૮ થી ૯-૩૮ સુધી ૧૧-૩૮ થી ૧૪-૩૮ સુધી ૧૫-૩૮ થી ૧૬-૩૮ સુધી
બ્રહ્માંડના સીતારા
જન્‍મ કુંડળીમાં જો ચંદ્રની સાથે શનિ - રાહુ અથવા કેતુ હોય તો આવી વ્‍યકિતઓએ પોતાની વાણી ઉપર ખૂબ જ કાબુ રાખવો. બીજાની ટીકા કરવામાં સમયનો વ્‍યય ન કરવો. પોતે પોતાની રીતે કંઈક નવુ અને સારૂ શીખવાની કોશીષ કરવી રોજ કોઈને મદદ કરવાની ઈચ્‍છા રાખવી અને મદદ કરવી. મા-બાપ વડીલોને રોજ પગે લાગવુ અને ખાસ મા-બાપને દુઃખ થાય તેવુ વાતો ન કરવી. મા-બાપે કોઈ મિલકતની લે-વેચવા ભૂલ કરી હોય તો તે બાબત પણ કદાપી ચર્ચા ન કરવી. મા-બાપ પૈસાદાર હોય તો સારૂ હતુ તેવુ ન વિચારવુ. પોતાની મહેનત કરીને જીવનમાં સફળતા મેળવવી. રોજ સૂર્ય નમસ્‍કાર કરવા, માની ઉપાસના કરવી.
કુમારભાઇ ગાંધી
મોબાઇલ
૯૩૭૪૮ ૧૬૯૭૭
કન્‍સ્‍લટીંગ
એસ્‍ટ્રોલોજીસ્‍ટ