Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવહન શક-૧૯૪૦
વીર સંવત રપ૪૪
ઇસ્વીસન-ર૦૧૮
તા.૨૬-૯-ર૦૧૮ બુધવાર
ભાદરવા વદ-૧, ૮-પ૭થી બીજ, બીજનું શ્રાદ્ધ,પંચક રપ-પપ સુધી,
આજના ગ્રહો
સૂર્ય-કન્યા
ચંદ્ર-મીન
મંગળ-મકર
બુધ-કન્યા
ગુરૂ-તુલા
શુક્ર-તુલા
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૩૭, સૂર્યાસ્ત-૬-૩૯,
જૈન નવકારશી-૭-રપ
ચંદ્ર રાશિ-મીન (દ,ચ,ઝ,થ)
રપ-પપ થી મેષ (અ,લ,ઇ)
નક્ષત્ર-રેવતી
માંગલિક કાર્યોનો શુભ સમય
૯-૩૮થી લાભ-અમૃત-૯-૩૮ સુધી, ૧૧-૦૮થી શુભ-૧ર-૩૮ સુધી, ૧પ-૩૯થી ચલ-લાભ-૧૮-૩૯ સુધી, ર૦-૦૯થી શુભ-અમૃત-ચલ-૦-૩૯ સુધી,
શુભ હોરા
૯-૩૮ થી ૮-૩૮ સુધી,
૯-૩૮ થી ૧૦-૩૮ સુધી,
૧ર-૩૮થી ૧પ-૩૯ સુધી,
૧૬-૩૯થી ૧૭-૩૯ સુધી,
બ્રહ્માંડના સિતારા
જન્મકુંડલીમાં જો ગુરૂ કેન્દ્રમાં હોય અને શનિ મકર રાશિ કે કુંભ રાશિમાં હોય તો આવી વ્યકિત અભ્યાસમાં બાહોશ હોય છે જયારે જન્મકુંડલીમાં જન્મના ગુરૂ ઉપરથી ગુરૂનું ભ્રમણ ચાલુ હોય તો આવા સમયે અભ્યાસમાં વધુ ધ્યાન દેવાથી જરૂર સફળતા મલે છે. જન્મ લગ્નથી પાંચમે રાહુ હોવા છતાં વ્યકિત ખૂબજ સારી સફળતા મેળવે છે. કર્ક લગ્નની કુંડલીમાં જન્મનો રાહુ પાંચમે છે. તુલાનો ગુરૂ છે. શનિ કુંભ રાશિમાં છે. ચંદ્ર લગ્નથી જન્મનો બારમે છે. અહીં ચંદ્ર બારમે હોય સામાન્ય રીતે જયોતિષનો અભ્યાસુઓ આવી કુંડલીને નબળી ગણવાની ભુલ કરે છે. આ કુંડલીવાળી વ્યકિતને અભ્યાસ સી.એ. પાસ છે.