Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૨૦
તા.૨૬-પ-ર૦ર૦,મંગળવાર
જેઠ સુદ-૪, વિનાયક ચતુર્થી, ગુરૂ અર્જુનદેવ શહીદ દીન , ભદ્રા-૧૩-૧૮થી રપ-૦૯, રવિયોગ ૭-૦ર થી પ્રારંભ,
સૂય-વૃષભ
ચંદ્ર-મિથુન
મંગળ-કુંભ
બુધ-વૃષભ
ગુરૂ-મકર
શુક્ર-વૃષભ
શનિ-મકર
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર
સૂર્યોદય-૬-૦૪
સૂર્યાસ્ત-૭-૨૩
જૈન નવકારશી-૬-૫૨
ચંદ્ર રાશિ-મિથુન (ક.છ.ઘ.)
રપ-ર૩ થી કર્ક (ડ.હ.)
નક્ષત્ર-આર્દ્રા
માંગલિક કાર્યોનો શુભ સમય
અભિજીત-૧ર-૧૭થી ૧૩-૧૧ સુધી, ૯-ર૪ થી ચલ-લાભ-અમૃત-૧૪-ર૪ સુધી, ૧૬-૦૪થી શુભ-૧૭-૪૪ સુધી, ર૦-૪૪ થી લાભ-રર-૦૪ સુધી, ર૩-ર૪થી શુભ-અમૃત-ચલ-ર૭-ર૪ સુધી
શુભ હોરા
૮-૧૮થી ૧૧-૩૮ સુધી, ૧ર-૪૪થી ૧૩-પ૧ સુધી, ૧૬-૦૪થી ૧૯-ર૩ સુધી, ર૦-૧૭થી ર૧-૧૦ સુધી
બ્રહ્માંડના સિતારા
મકર લગ્નમાં શનિ લાભ સ્થાનમાં છે અને તેની સાથે ચંદ્ર અને રાહુ પણ બીરાજમાન છે. જન્મની રાશિથી મંગળ પાંચમે બીરાજમાન છે. સૂર્ય કેન્દ્રમાં છે અને ચંદ્રની રાશિમાં બીરાજમાન છે. દશમા સ્થાનમાં બુધ ગુરૂનું ભ્રમણ જબરો રાજયોગ બનાવે છે. ગુરૂ જન્મના ચંદ્રથી બીજા સ્થાનનો માલીક બને છે અને તે ગુરૂ સાથે છે. ચંદ્ર ગુરૂનો કેન્દ્ર યોગ જબરો રાજયોગ બનાવે છે. શુક્ર-બુધના ઘરમાં બીરાજમાન છે. જન્મ લગ્નથી કેતુ પાંચમા સ્થાનમાં બીરાજમાન છે. સૂર્ય ચંદ્રનો નવ પંચમ યોગ બને છે. ખૂબજ સારા કુટુંબમાં જન્મ થયેલ છે અને રાજકારણમાં તથા સોશ્યલ વર્કર તરીકે સારી નામ ધરાવે છે. શનિની પનોતી દરમ્યાન નાણાકીય રીતે મુશ્કેલીઓ થઇ હોય છતાં અકંદર ગ્રહો ખૂબજ સારા છે.