Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭પ
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪પ
ઇસ્વીસન-ર૦૧૯
તા.ર૬-પ-ર૦૧૯ રવિવાર
વૈશાખ વદ-૭
કાલાષ્ટમી, ભાનુ સપ્તમી, પંચક
આજના ગ્રહો
સૂર્ય-વૃષભ
ચંદ્ર-કુંભ
મંગળ-મિથુન
બુધ-વૃષભ
ગુરૂ-વૃશ્ચિક
શુક્ર-મેષ
શનિ-ધન
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૦પ,
સૂર્યાસ્ત-૭-રર,
જૈન નવકારશી-૬-પ૩
ચંદ્ર રાશિ-કંુભ (ગ,સ)
નક્ષત્ર-ધનિષ્ઠા
માંગલિક કાર્યોનો શુભ સમય
૭-૪પ થી ચલ-લાભ-અમૃત-૧ર-૪૪ સુધી, ૧૪-ર૪ થી શુભ-૧૬-૦૪ સુધી, ૧૯-ર૪ થી શુભ-અમૃત-ચલ-ર૩-ર૪ સુધી,
શુભ હોરા
૭-૧ર થી ૧૦-૩૧ સુધી, ૧૧-૩૮થી ૧ર-૪૪ સુધી, ૧૪-પ૭થી ૧૮-૧૭ સુધી, ૧૯-ર૪ થી ર૦-૧૭ સુધી
બ્રહ્માંડના સિતારા
ઘણી વ્યકિતઓ ખાસ કરીને યુવક-યુવતિઓ જેઓ ખૂબજ હોશીયાર હોય છે. સારો અભ્યાસ કરે છે પણ અંદરનો આત્મવિશ્વાસ નથી હોતો પાસ થઇને પછી નોકરી કરવી પડશે શું કરવું આવા વિચારોને લઇને મનની અંદર અશાંતિ ઉભી કરે છે પોતે એવું માને છે કે હું ડીપ્રેશનમાં છું ખરેખર આવું નથી હોતું આવી વ્યકિતઓએ જોમ જુસ્સો પોતાની અંદરથી ઉભો કરવાનો હોય છે અને જો હવેના યુગમાં સારી રીતે જીવવું હોય તો આત્મવિશ્વાસ સાથે દોડવું પડશે. રોજ મેડીટેશન કરવું તમોને સમજી શકે તમારો આત્મવિશ્વાસ વધારી શકે તેવા મિત્રો બનાવવા કામ કરવાથી કે મહેનત કરવાની ભાગવું નહી રોજ સૂર્ય નમસ્કાર કરવા.