Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭પ
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪પ
ઇસ્વીસન-ર૦૧૯
તા.૨૬-૪-ર૦૧૯ શુક્રવાર
ચૈત્ર વદ-૭, કાલાષ્ટમી, દગ્ધ યોગ-૧૪-૪૧થી સૂર્યોદય
આજના ગ્રહો
સૂર્ય-મેષ
ચંદ્ર-મકર
મંગળ-વૃષભ
બુધ-મીન
ગુરૂ-વૃશ્ચિક
શુક્ર-મીન
શનિ-ધન
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-ર૦
સૂર્યાસ્ત-૭-૦૯,
જૈન નવકારશી-૭-૦૮
ચંદ્ર રાશિ-મકર (ખ,જ)
નક્ષત્ર-ઉત્તરાષાઢા
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-ર૦થી ચલ-લાભ-અમૃત-૧૧-૦૯ સુધી, ૧ર-૪પથી ચલ-૧૪-રર સુધી, ૧૭-૩૪ થી ચલ-૧૯-૧૦ સુધી, ર૧-પ૮ થી લાભ-ર૩-ર૧ સુધી
શુભ હોરા
૬-ર૦થી ૯-૩૩ સુધી ૧૦-૩૭થી ૧૧-૪૧ સુધી, ૧૩-૪૯થી ૧૭-૦૮ સુધી, ૧૮-૦૬થી ૧૯-૧૦ સુધી
બ્રહ્માંડના સિતારા
ખૂબજ સરળ અને સારા ગ્રહો ધરાવતી કુંડલીમાં પણ લગ્ન જીવનમાં મુશ્કેલીઓનો સામનો રહેતો હોય છે. લવ મેરેજ કરેલ હોય અને જેને પસંદગીનું પાત્ર કહી શકાય અને ચાર છ મહિનામાં છુટા પડી જવાય છે. આવા છઠ્ઠા સાતમા સ્થાન ગ્રહો અને ખાસ કરીને જન્મકુંડલીમાં શુક્રની સ્થિતિ ખૂબજ મહતવની રહે છે. હવે ફકત ગ્રહો નહીં પણ જયારે યુવક યુવતિના લગ્ન થઇ જાય છે પછી માતા-પિતાની જવાબદારીઓ વધી જાય છે અથવા તેઓએ પણ સંતાનોનું લગ્ન જીવન કેમ સારૂ ચાલે તે બાબત સમજદારી કેળવવી પડે છે. તો કયારેક મા-બાપને લઇને સંતાનોની ખાસ કરીને યુવકનું લગ્ન જીવન ચાલતું નથી હોતું.