Gujarati News

Gujarati News

સોમવારનું પંચાંગ
તા.ર૬/ર/ર૦૧૮- સોમવાર
ફાગણ સુદ-૧૧, પયોવ્રત સમાપ્ત, આમલકા એકાદશી (આમળા) , ભદ્રા-૧૭-ર૯ સુધી,
સૂર્યોદય-૭-૧ર,સૂર્યાસ્ત-૬-૪૭,
જૈન નવકારશી-૮-૦૦
ચંદ્ર રાશિ-મિથુન (ક.છ.ઘ.)
ર૪-૩૦ થી કર્ક (ડ.હ.)
નક્ષત્ર-આર્દ્રા
માંગલીક કાર્યોનો શુભ સમય
૭-૧રથી અમૃત-૮-૩૯ સુધી,
૧૦-૦૬ થી શુભ-૧૧-૩૩ સુધી,
૧૪-ર૭ થી ચલ-લાભ-અમૃત-ચલ-ર૦-ર૧ સુધી,
શુભ હોરા
૭-૧ર થી ૮-૧૦ સુધી, ૯-૦૮ થી ૧૦-૦૬ સુધી, ૧ર-૦ર થી ૧૪-પ૩ સુધી, ૧પ-પ૪ થી ૧૬-પર સુધી,
બ્રહ્માંડના સિતારા
કંજુસાઇ કે ઉદારતા જો કંજુસ વ્યકિત સાથે ઉદાર વ્યકિતના લગ્ન થઇ જાય તો અહીં લગ્ન જીવનમાં તનાવ ઉભો થઇ શકે છે અને લગ્ન જીવન ઉપર શું થઇ શકે થઇ શકે તે વિચારવું પડે યુવતી ખર્ચાળ હોય મોજ શોખ વાળી હોય અને સામે યુવકના ગ્રહો એવા હોય કે આર્થિક સ્થિતિ સારી હોવા છતાં પણ કંજુસ સ્વભાવ હોય તો લગ્નજીવન બાબત વિચાર કરવો પડે. સગાઇ કર્તા પહેલા જન્મકુંડલીમાં ઉપરથી આ બાબતની જાણકારી મેળવી લેવી જોઇએ પોતાની લકઝરી લાઇફ સ્ટાઇલ બાબત યુવકને અને તેના પરિવારને જાણકારી આપી દેવી જોઇએ અને તેની જાણકારી મેળવવી જોઇએ.