Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૮
વીર સંવત રપ૪૮
શાલિવહન શક-૧૯૪૪
ઇસ્‍વીસન-ર૦૨ર
તા. ૨૫-૯-ર૦રર રવિવાર
ભાદરવા વદ અમાસ
સર્વ પિતૃ અમાસ - અશ્વાધાન
મહાલય સમાપ્‍ત
અમૃત સિદ્ધિ યોગ ૨૯-૫૬થી સૂર્યોદય
આજના ગ્રહો
સૂર્ય- કન્‍યા
ચંદ્ર- સિંહ
મંગળ- વૃષભ
બુધ- કન્‍યા
ગુરૂ- મીન
શુક્ર- કન્‍યા
શનિ- મકર
રાહુ- મેષ
કેતુ- તુલા
હર્ષલ- મેષ
નેપ્‍ચ્‍યુન- કુંભ
પ્‍લુટો- મકર
સૂર્યોદય-૬-૩૭ સૂર્યાસ્‍ત ૬-૪૦,
જૈન નવકારશી- ૭-૨૫
ચંદ્ર રાશિ - સિંહ (મ.ટ.)
૧૧-૨૨ થી કન્‍યા (પ.ઠ.ણ.)
નક્ષત્ર - ઉત્તરા ફાલ્‍ગુની
રાહુ કાળ ૧૭-૦૯ થી ૧૮-૩૯
પヘમિ દિશામાં જતા ઈષ્‍ટદેવનું સ્‍મરણ કરવું
માંગલિક કાર્યોનો શુભ સમય
વિજય મુહૂર્ત ૧૨-૧૪ થી ૧૩-૦૨ સુધી, ૮-૦૮ થી ચલ- લાભ- અમૃત ૧૨-૩૮ સુધી ૧૪-૦૯થી શુભ ૧૫-૩૦ સુધી ૧૮-૩૯થી શુભ-અમૃત-ચલ ૨૩-૦૦ સુધી
શુભ હોરા
૭-૩૮ થી ૧૦-૩૮ સુધી ૧૧-૩૮ થી ૧૨-૩૮ સુધી ૧૪-૩૦ થી ૧૭-૩૯ સુધી ૧૮-૩૯ થી ૧૯-૩૯ સુધી
બ્રહ્માંડના સીતારા
આજે શ્રાદ્ધનો છેલ્લો દિવસ અમાસ છે. જેને સર્વ પિતૃ અમાસ કહેવાય છે. આજના દિવસે દાન પુન ચેરીટી કરવી, જરૂરીયાતવાળી વ્‍યકિતઓને મદદ કરવી. પક્ષીને ચણ નાખવુ, પોતાના પૂર્વજોને યાદ કરવા અને ઈશ્વરને પ્રાર્થના કરવી કે ઈશ્વર તેમના પૂર્વજોને જયાં હોય ત્‍યા સુખી રાખે અને પૂર્વજોના આર્શીવાદ હંમેશા મળતા રહે તેવી પ્રાર્થના ઈશ્વરને કરવી. જન્‍મના ગ્રહોમાં સૂર્યની સાથે ચંદ્ર અને ગુરૂની યુતિ બાદ યોગ બનાવે છે. ગુરૂ શનિનો પરિવર્તન યોગ અથવા શનિ ગુરૂની યુતિ પણ બળવાન રાજયોગ બનાવે છે. રોજ સવારે ગાયત્રી મંત્ર બોલવો. સૂર્ય નમસ્‍કાર કરવા. ૐ નમઃ શિવાયના જાપ કરવા.