Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
વીર સંવત રપ૪૭
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્‍વીસન-ર૦૨૧
તા. રપ-૯-ર૦ર૧ શનિવાર
ભાદરવા વદ-૪
પાંચમનું શ્રાધ્‍ધ
જવાળા મુખી યોગ
૧૦-૩પ થી ૧૧-૩૩
આજના ગ્રહો
સૂર્ય-કન્‍યા
ચંદ્ર-મેષ
મંગળ-કન્‍યા
બુધ-તુલા
ગુરૂ-મકર
શુક્ર-તુલા
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃヘકિ
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-કુંભ
પ્‍લુટો-મકર

સૂર્યોદય-૬-૩૭,
સૂર્યાસ્‍ત-૬-૪૦,
જૈન નવકારશી- ૭-રપ
ચંદ્ર રાશિ- મેષ (અ.લ.ઇ)
૧૮-૧૯ થી વૃષભ (બ.વ.ઉ)
નક્ષત્ર- ભરણી
માંગલિક કાર્યોનો શુભ સમય
અભિજીત ૧ર-૧૪ થી શુભ ૧૩-૦ર સુધી ૮-૦૮ થી શુભ ૯-૩૮ સુધી ૧ર-૩૮ થી ચલ-લાભ-અમૃત ૧૭-૦૯ સુધી ૧૮-૩૯ થી લાભ ર૦-૦૯ સુધી ર૧-૩૯ થી શુભ-અમૃત- ર૪-૩૮ સુધી
શુભ હોરા
૭-૩૮ થી ૮-૩૮ સુધી, ૧૦-૩૮ થી ૧૩-૩૮ સુધી, ૧૪-૩૯ થી ૧પ-૩૯ સુધી, ૧૭-૩૯ થી ર૦-૩૯ સુધી
બ્રહ્માંડના સીતારા
સામાન્‍ય રીતે જન્‍મ કુંડલીમાં જો પ્રથમ સ્‍થાનમાં મંગળ હોય અથવા બારમા સ્‍થાનમાં ચોથા સ્‍થાનમાં સાતમા સ્‍થાનમાં કે પછી આઠમા સ્‍થાનમાં મંગળ હોય તો આવી વ્‍યકિતની કુંડલી મંગળવાળી છે તેવુ કહેવાની ભૂલ કરે છે. અહીં મેળાપક બાબત કે પછી ફળાદેશ બાબત કોઇ ઉતાવળા નિર્ણયો ન જ લેવા કારણ કે આ સ્‍થાનમાં મંગળ હોવા છતાં પણ મંગળવાળી કુંડલી નથી બનતી અને તેનું કારણ એ હોય છે કે અહીં મંગળ કંઇ રાશિમા છે અને તેની સાથે કયાં ગ્રહો છે તે પણ ખૂબ જ મહત્‍વનું રહેલ છે. હવે મંગળવાળી કુંડલી કેવી છે તે ફળાદેશ કરનાર વ્‍યકિતના અનુભવ ઉપર આધાર રાખે છે. મંગળવાળી કુંડલીને મારા અનુભવે ખરાબ ન કહેવાય અહીં શનિને પણ ધ્‍યાન માં લેવા.