Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭પ
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪પ
ઇસ્વીસન-ર૦૧૯
તા.૨પ-૯-ર૦૧૯,બુધવાર
ભાદરવા વદ-૧૧
અગિયારસ-બારસનું શ્રાદ્ધ, ઇન્દિરા એકાદશી (ગોળ-ઘી), સંન્યાસીના શ્રાદ્ધા,
મંગળનું રાશિ પીરવર્તન,
આજના ગ્રહો
સૂર્ય-કન્યા
ચંદ્ર-કર્ક
મંગળ-સિંહ
બુધ-કન્યા
ગુરૂ-વૃશ્ચિક
શુક્ર-કન્યા
શનિ-ધન
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૩૭
સૂર્યાસ્ત-૬-૪૦,
જૈન નવકારશી-૭-૨પ
ચંદ્રરાશિ-કર્ક (ડ,હ)
નક્ષત્ર-પૃષ્ય
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-૩૮થી લાભ-અમૃત-૯-૩૮ સુધી, ૧૧-૦૯ થી શુભ-૧ર-૩૯ સુધી, ૧પ-૩૯થી ચલ-લાભ-૧૮-૪૦ સુધી, ર૦-૧૦ શુભ-અમૃત-ચલ-૦-૩૯ સુધી,
શુભ હોરા
૬-૩૮થી ૮-૩૮ સુધી, ૯-૩૮ થી ૧૦-૩૮ સુધી, ૧ર-૩૯થી ૧પ-૩૯ સુધી, ૧૬-૪૦થી ૧૭-૪૦ સુધી,
બ્રહ્માંડના સિતારા
સગાઇ-લગ્નમાં વિલંબ આવે છે. ધંધો નથી ચાલતો-પરિવારમાં અશાંતિ રહે છે. તો શું કરવું- શું વિધી કરવાથી પરિવારના સભ્યના વિચારો બદલી શકે છે, તો હું કહીશ કે હા વિધી વિધાન કરવાથી જરૂરથી આ બધુ શકય બને છે, પણ આ બધુ કોણ કરી શકે છે. અમુક જાપ કરવા ધ્યાનમાં બેલસવું અનુષ્ઠાન કરવું કરવું આ બધુ વ્યકિતએ ઇમાનદારી પૂર્વક પોતે જ કરવું જોઇએ. કયાં મંત્ર જાપ કરવા કયારે કરવા કેવી રીતે કરવા તે બધી જાણકારી મેળવવી. બીજુ આ બધુ કરવામાં જો તમો એમ માનતા હોય કે આવા નાણા ખર્ચ કરવો પડશે તો તેવા બીલકુલ ખોટી છે. કારણ કે નાણા ખર્ચવાથી આ બધી વસ્તુનું નીરાકરણ નથી થતું તેથી તે બાબત કોઇ ટેન્સન ન રાખવું. તમારા જન્મના ગ્રહો શું કહે છે તે બાબત જાણકારી મેળવવી જરૂરી છે. રોજ સૂર્ય નમસ્કાર કરવા.