Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવહન શક-૧૯૪૦
વીર સંવત રપ૪૪
ઇસ્વીસન-ર૦૧૮
તા. ૨પ-૪-ર૦૧૮,બુધવાર
વૈશાખ સુદ-૧૦
ભદ્રા-રર-૦ર થી
કુમારયોગ-૧પ-૦૬ સુધી, રવિયોગ-૧પ-૦૬ સુધી
આજના ગ્રહો
સૂર્ય-મેષ
ચંદ્ર-સિંહ
મંગળ-ધન
બુધ-મીન
ગુરૂ-તુલા
શુક્ર-વૃષભ
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-ર૧
સૂર્યાસ્ત-૭-૧૦
જૈન નવકારશી-૭-૧૦
ચંદ્ર રાશિ-સિંહ (મ.ટ.)
નક્ષત્ર-મઘા
માંગલીક કાર્યોનો શુભ સમય
૬-ર૦ થી લાભ-અમૃત-૯-૩૩ સુધી, ૧૧-૦૯ થી શુભ-૧ર-૪પ સુધી, ૧પ-પ૭ થી ચલ-લાભ-૧૯-૧૦ સુધી, ર૦-૩૩ થી શુભ-અમૃત-ચલ-ર૪-૪પ સુધી
શુભ હોરા
૬-ર૦ થી ૮-ર૯ સુધી,
૯-૩૩ થી ૧૦-૩૭ સુધી,
૧ર-૪પ થી ૧પ-પ૭ સુધી,
૧૭-૦૧ થી ૧૮-૦પ સુધી,
બ્રહ્માંડના સિતારા
ઘણી વ્યકિતઓ ખૂબજ ભણેલ ગણેલ હોય સ્કૂલ કોલેજમાં અભ્યાસ કરતા હોય પણ આવી વ્યકિત ડીપ્રેશનમાં આવી જાય છે તેને કોઇ સમજી શકતું નથી તેવું તેઓ ફાલ કરે છે. અહીં એક વાતનો સ્વીકાર કરવો પડે કે અમુક સમયે ગોચરના ગ્રહોની ચાલ વ્યકિતને હતાશા તરફ લઇ જાય છે પણ આમાથી બહાર નીકળવાનો રસ્તો પણ ઇશ્વરે જ નિર્માણ કરેલ હોય છે. સારા જયોતિષ ગ્રહોની ચાલને સમજીને માર્ગદર્શન આપે તો પ્રશ્નોનું નિરાકારણ થઇ શકે છે. દોરા ધાગામાં કે બીજા કોઇ ચક્કરમાં પડવાની વધુ મુશ્કેલીઓ ઉભી થાય છે. તમારી અંદરના સ્પીરીટને જગાડવાનો અને માર્ગદર્શન પ્રમાણે કાર્ય કરવાથી જરૂર નાકારાત્મકતા દૂર થાય છે.