Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૧૯
તા.૨૪-૧૧-ર૦૧૯,રવિવાર, કારતક વદ-૧૩,
સંત જ્ઞાનેશ્વર પુષ્યતિથિ, પ્રદોષ, ભદ્રા-રપ-૦૭ ,
ગુરૂ તેગ બહાદુર શાહીદ દિન
આજના ગ્રહો
સૂર્ય-વૃશ્ચિક
ચંદ્ર-તુલા
મંગળ-તુલા
બુધ-તુલા
ગુરૂ-ધન
શુક્ર-વૃશ્ચિક
શનિ-ધન
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૭-૦૬,
સૂર્યાસ્ત-૬-૦૦
જૈન નવકારશી-૭-પ૪
ચંદ્રરાશિ-તુલા (ર,ત)
નક્ષત્ર-ચિત્રા
માંગલિક કાર્યોનો શુભ સમય
૮-ર૮થી ચલ-લાભ-અમૃત-૧ર-૩૪ સુધી, ૧૩-પ૬ થી શુભ-૧પ-૧૭ સુધી, ૧૮-૦૧ થી શુભ-અમૃત-ચલ-રર-પ૬
શુભ હોરા
૮-૦૧થી ૧૦-૪૯ સુધી, ૧૨-૩૯થી ૧ર-૩૪ સુધી, ૧૪-ર૩ થી ૧૭-૦૭ સુધી, ૧૮-૦૧થી ૧૯-૦૭ સુધી
બ્રહ્માંડના સિતારા
યુવા વર્ગને નોકરીમાં તકલીફો પડે તો કયારેક નોકરી નથી મલતી ટેલન્ટ હોવા છતાં પણ નોકરી નથી મલતી અભ્યાસ કરતા ભાઇ બહેનો પરીક્ષાના ભારથી કે પછી નપાસ થતા જીવનનો અંત આણે છે. આવું ન કરવું જોઇએ ઘણી વખતે ખૂબજ મહેનતું વિદ્યાર્થી પણ પરિક્ષામાં નપાસ થાય છે. અહીં ગ્રહોની ચાલ કામ કરે છે પણ નપાસ થવાથી હતાશ ન થવું જોઇએ. જીવનનો અંત આણવાનો વિચાર પણ ન કરવો જોઇએ. આવા હલકા વિચારોને દૂર રાખવા, પરિવારના સભ્યોને પણ ધ્યાનમાં રાખવા-ચૂંટણીમાં ઉભા રહેતા આપણા પ્રતિનિધિઓ ચૂંટણી હારી જાય તો શું કહે છે. શું આપઘાત કરે છે ના તેઓ ફરીથી કામે લાગી જાય છે તો આવા લોકો પાસેથી ઘણુ બુધશીખવાની જરૂર રહે છે. જીંદગી ખૂબજ મૂલ્યવાન છે તેનું જતન કરવું સૂર્ય નમસ્કાર કરવા.