Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
વીર સંવત રપ૪૭
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્‍વીસન-ર૦૨૧
તા. ર૪-૧૦-ર૦ર૧ રવિવાર
આસો વદ-૪
સંકષ્‍ટ ચતુર્થી ચંદ્રોદય ર૦-૩૯
કડવા ચોથ- કટક ચતુર્થી
ચંદ્ર રોહિતીમા
આજના ગ્રહો
સૂર્ય-તુલા
ચંદ્ર-વૃષભ
મંગળ-તુલા
બુધ-કન્‍યા
ગુરૂ-મકર
શુક્ર-વૃヘકિ
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃヘકિ
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-કુંભ
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૬-૪૮,
સૂર્યાસ્‍ત- ૬-૧૪,
જૈન નવકારશી- ૭-૩૬
ચંદ્ર રાશિ- વૃષભ (બ.વ.ઉ)
નક્ષત્ર- રોહીણી
રપ-૦ર થી મૃગશીર્ષ
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-૦૮ અભિજિત ૧ર-પ૪ સુધી
૮-૧૪ થી ચલ-લાભ-અમૃત ૧ર-૩૧ સુધી ૧૩-પ૭ થી શુભ-૧પ-રર સુધી
૧૮-૧૪ થી શુભ-અમૃત-ચલ
રર-પ૭ સુધી
શુભ હોરા
૭-૪પ થી ૧૦-૩૭ સુધી, ૧૧-૩૪ થી ૧ર-૩૧ સુધી, ૧૪-રપ થી ૧૭-૧૬ સુધી, ૧૮-૧૪ થી ૧૯-૧૭ સુધી
બ્રહ્માંડના સીતારા
આજે કડવા ચોથ છે. દિવસે દિવસે કડવા ચોથનું મહત્‍વ વધતુ જાય છે અહીં જન્‍મ કુંડલીને ધ્‍યાનમાં લઇએ તો યુવતિના જન્‍મના ગ્રહો મા જો જન્‍મલગ્ન અથવા તો જન્‍મની ચંદ્ર રાશિ ઉપરથી જન્‍મનો શુક્ર જો કેન્‍દ્રમાં હોય તો આવી વ્‍યકિતનું લગ્ન જીવન સારૂ જાય છે. અહીં જન્‍મના શનિ અને જન્‍મના રાહુની સ્‍થિતિ ખાસ ધ્‍યાનમાં લેવી સાતમા સ્‍થાન ઉપર શુભત્‍વ ગ્રહ ગુરૂની દૃષ્‍ટિ સારૂ ફળ આપે છે સાતમાં સ્‍થાનમાં શનિ-રાહુ ની દૃષ્‍ટિ કે તે ગ્રહોની હાજરી હોય તો લગ્ન જીવનમાં તનાવ રહે છે. જેથી આવી વ્‍યકિતઓએ પોતાના સ્‍વભાવમાં પરિવર્તન કરવુ જોઇએ. તે સિવાય કોઇ વિકલ્‍પ નથી રોજ સવારે સૂર્ય નમસ્‍કાર કરવા અને ગાયત્રી મંત્ર બોલવો.