Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવહન શક-૧૯૪૦
વીર સંવત રપ૪૪
ઇસ્વીસન-ર૦૧૮
તા.૨૪-૭-ર૦૧૮ મંગળવાર
અષાઢ સુદ-૧ર, વિંછુડો ૧પ-ર૮ સુધી, વિષ્ણુ શયનોત્સવ, વામન પૂજા, પ્રદોષ-દિવસ અશુભ
આજના ગ્રહો
સૂર્ય-કર્ક
ચંદ્ર-વૃશ્ચિક
મંગળ-મકર
બુધ-કર્ક
ગુરૂ-તુલા
શુક્ર-સિંહ
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૧૬
સૂર્યાસ્ત-૭-૩૦
જૈન નવકારશી-૭-૦૪
ચંદ્ર રાશિ-વૃશ્ચિક (ન,ય)
નક્ષત્ર-જયેષ્ઠા
કાર્યોનો શુભ સમય
૯-૩પ થી ચલ-લાભ- ૧૪-૩૩ સુધી, ૧૬-૧ર થી શુભ-૧૭-પ૧ સુધી, ર૦-પ૧ થી લાભ-રર-૧ર સુધી,
શુભ હોરા
૮-ર૯થી ૧૧-૪૭ સુધી, ૧ર-પ૪ થી ૧૪-૦૦ સુધી, ૧૬-૧ર થી ૧૯-૩૧ સુધી, ર૦-ર૪થી ર૧-૧૮ સુધી,
બ્રહ્માંડના સિતારા
ચંદ્રને બળવાન બનાવવા માટે સોમવારનું વ્રત કરવું મહાદેવની પૂજા અર્ચના પોતે જ કરવી ચંદ્ર મનનો અને માતાનો કારક છે. જેથી રોજ પક્ષીને ચણમાં ચોખા નાખવા તે ઉપરાંત કોઇ સારા જાણકાર પાસે જન્માક્ષર ઉપરથી માર્ગદર્શન લેવું. કયારેક આવી વ્યકિતઓ ખોટા ધંધામાં અટવાઇ જાય છે અને પછી નાણાકીય નુકશાનીમાં આવી જાય છે. કયારેક નોકરી છોડી દયે છે અથવા વધુ પગારની લાલચમાં જુની નોકરી ગુમાવે છે. નોકરી કયારે બદલવી તે બાબત જન્માક્ષર ઉપરથી જાણી લેવી જોઇએ જેથી ખોટા સમયે જો નોકરી બદલી હશે તો તે નોકરીમાં ફાવટ નહીં આવે અને જેને લઇને મનની અંદર ઉચ્ચાટ રહે અને નોકરી બદલવાનો પસ્તાવો સતત થતો રહે જેથી યોગ્ય માર્ગદર્શન લેવું અંધશ્રદ્ધામાં ન પડવું.