Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
વીર સંવત રપ૪૭
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્વીસન-ર૦૨૧
તા.ર૪-૬-ર૦ર૧ ગુરૂવાર
જેઠ સુદ-૧પ
વ્રતની પૂનમ
વટ સાવિત્રી વ્રત પૂર્ણ
પૂર્ણિમા
કબીર જયંતિ
વિંછુડો ૯-૧૧ સુધી
ભદ્રા ૧૩-૪૯ સુધી
આજના ગ્રહો
સૂર્ય-મિથુન
ચંદ્ર-વૃષભ
મંગળ-કર્ક
બુધ-વૃષભ
ગુરૂ-કુંભ
શુક્ર-કર્ક
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર
સૂર્યોદય-૬-૦પ,
સૂર્યાસ્ત-૭-૩ર
જૈન નવકારશી- ૬-પ૩
ચંદ્ર રાશિ- વૃશ્ચિક (ન.ય.)
૯-૧૧ થી ધન (ભ.ફ.ધ.ઢ.)
નક્ષત્ર- જયંતી,
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-રરથી અભિજીત ૧૩-૧૬ સુધી
૬-૦૬ થી શુભ-૭-૪૭ સુધી,
૧૧-૦૮થી ચલ-લાભ-અમૃત-
૧૬-૧૧ સુધી, ૧૭-પર થી
શુભ-અમૃત-ચલ-રર-૧૧ સુધી,
શુભ હોરા
૬-૦૬ થી ૭-૧૩ સુધી ૯-ર૮ થી ૧ર-૪૯ સુધી, ૧૩-પ૭ થી ૧પ-૦૪ સુધી, ૧૭-૧૮ થી ર૦-ર૬ સુધી
બ્રહ્માંડના સિતારા
આજે વ્રતની પૂનમ છે. બહેનો માટે આ પૂનમનું વધારે મહત્વ રહેલ છે. બહેનોએ કરેલ સાવિત્રી વ્રત આજે પૂર્ણ થાય છે. અહીં ગ્રહોની સ્થિતિ જોતા સૂર્ય અને ચંદ્ર સામાન્ય રીતે એક બીજાની દ્રષ્ટિમાં રહે છે. આજે સૂર્યના કારણે પૂર્ણ ચંદ્ર ઉપર જોવા મળશે. જેને લઇને મનુષ્ય ઉપર ચંદ્રની અસરો ને લઇને કારણ વગરના વિચારો રહે પૃથ્વીના પેટાળમાં પણ પરિવર્તન થઇ શકે દરિયાઇમાં ભરતી વધુ રહે આજના દિવસે આધ્યાત્મિકતા માટે પણ ખૂબ જ ઉત્તમ દિવસ રહે. ભાવિકો પોતાના ઇષ્ટ દેવતાના દર્શન કરે. માતાજીના ભકતો પણ પૂનમને લઇને દર્શન કરે દાનપુન કરવુ અને સારા વિચારો કરવા.