Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવહન શક-૧૯૪૦
વીર સંવત રપ૪૪
ઇસ્વીસન-ર૦૧૮
તા.૨૪-૬-ર૦૧૮ રવિવાર
બીજો જેઠ સુદ-૧ર, પંચક બારસ, વિંછુડો-રર-૩પ થી દગ્ધયોગ-સૂર્યોદયથી ર૮-પપ,
ચંદ્રની યુતિ ગુરૂ સાથે
આજના ગ્રહો
સૂર્ય-મિથુન
ચંદ્ર-તુલા
મંગળ-મકર
બુધ-મિથુન
ગુરૂ-તુલા
શુક્ર-કર્ક
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૦પ
સૂર્યાસ્ત-૭-૩ર
જૈન નવકારશી-૬-પ૩
ચંદ્ર રાશિ- તુલા (ર,ત)
રર-૩પ થી વૃશ્ચિક (ન,ય)
નક્ષત્ર-વિશાખા
કાર્યોનો શુભ સમય
૭-૪૭થી ચલ-લાભ-અમૃત ૧ર-પ૦ સુધી, ૧૪-૩૧થી શુભ-૧૬-૧ર સુધી, ૧૯-૩૪ થી શુભ-અમૃત-ચલ-ર૩-૩૧ સુધી,
શુભ હોરા
૭-૧૩થી ૧૦-૩પ સુધી,૧૧-૪રથી ૧ર-પ૦ સુધી, ૧પ-૦૪ થી ૧૮-ર૬ સુધી, ૧૯-૩૪ થી ર૦-ર૬ સુધી
બ્રહ્માંડના સિતારા
ઘણી વખત એવું જોવામાં આવેલ છે કે, સાવ નાની વાત હોય તે વાતને લઇને ઘરમાં કંજીયા થાય છે કે ઓફીસમાં બોલાચાલી થાય છે. જન્મના રાહુથી જો પાંચમે રાહુનું ભ્રમણ ચાલતું હોય કે બીજેથી રાહુનું ભ્રમણ ચાલતું હોય તો વ્યકિતના જીવનમાં પોતેજ અશાંતિ ઉભી કરે છે. સાવ નાની વાતને લઇને પાંચજ મીનીટમાં વાત પૂરી થઇ જાય તેવી વાતને લઇને પાંચ કલાક દલીલબાજી કરે છે અને બીજાનો સમય બગાડે છે આવું લગ્નજીવનમાં વધારે બને છે. સાસુ-વહુના ગ્રહો જો મલતા ન હોય તો કુટુંબમાં ભયંકર અશાંતિ ઉભી થાય છે. આવા સમયે બુધવારના એકટાણા કરવા મગ-રોટલો જમવાથી વધારે લાભ થશે અને જરૂરીયાત વાળી વ્યકિતને કોઇ દાન કરવું પક્ષીને ચણ નાખવું સૂર્ય નમસ્કાર રોજ કરવા.