Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭પ
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪પ
ઇસ્વીસન-ર૦૧૯
તા.ર૪-પ-ર૦૧૯ શુક્રવાર
વૈશાખ વદ-૬,
વૃદ્ધિ તિથિ છે પારસી જરથોસ્તનો દિશો,
આજના ગ્રહો
સૂર્ય-વૃષભ
ચંદ્ર-મકર
મંગળ-મિથુન
બુધ-વૃષભ
ગુરૂ-વૃશ્ચિક
શુક્ર-મેષ
શનિ-ધન
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૦૬,
સૂર્યાસ્ત-૭-ર૧,
જૈન નવકારશી-૬-પ૪
ચંદ્ર રાશિ-ધન (ભ,ફ,ધ,ભ)
૧૧-૪૭થી મકર (ખ,જ)
નક્ષત્ર-ઉત્તરાષાઢા
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-૦૬ થી ચલ-લાભ-અમૃત ૧૧-૦૪ સુધી, ૧ર-૪૪થી શુભ-૧૪-ર૪ સુધી, ૧૭-૪૩ થી ચલ-૧૯-ર૩ સુધી, રર-૦૩ થી લાભ-ર૩-ર૪ સુધી
શુભ હોરા
૬-૦૬ થી ૯-રપ સુધી
૧૦-૩૧ થી ૧૧-૩૮ સુધી,
૧૩-પ૧થી ૧૭-૧૦ સુધી,
૧૮-૧૬ થી ૧૯-ર૩ સુધી
બ્રહ્માંડના સિતારા
જન્મકુંડલીમાં સામાન્ય રીતે પ્રથમ સ્થાનમાં મંગળ હોય કે ચોથા સ્થાનમાં હોય કે સાતમા સ્થાનમાં કે આઠમા સ્થાનમાં અથવા બારમા સ્થાનમાં મંગળ હોય તો આવી જન્મકુંડલી મંગળ વાળી છે. તેઓ સામાન્ય જાણકારો જન્મકુંડલી જોઇને કહેતા હોય છે પણ ખરેખર આવું નથી હોતું આ સ્થાનમાં જો મંગળ હોવા છતાં પણ જન્મકુંડલીમાં મંગળ છે તેવું ફળાદેશ કરવું યોગ્ય નથી કારણ કે જન્મ લગ્ન કંઇ રાશિનું છે તે પણ ખાસ જોવું જોઇએ અને મંગળની સ્થિતિ શું છે મતલબ કે તે કોઇ ગ્રહોની સાથે છે કે કેમ તે બાબત ધ્યાનમાં લેવી જોઇએ પછી જ ફળાદેશ કરવું.