Gujarati News

Gujarati News

સોમવારનું પંચાંગ
તા.ર૩-૧૧-ર૦ર૦ સોમવાર
કારતક સુદ-૯, અક્ષય નવમી, રંગનાથ જયંતિ, પંચક, રવિયોગ-૧૩-૦પથી
સૂર્યોદય-૭-૦પ,સૂર્યાસ્ત-૬-૦૦
જૈન નવકારશી-૭-પ૩
ચંદ્ર રાશિ- કુંભ (ગ.સ.)
નક્ષત્ર-શતતારા
દિવસ અશુભ
માંગલિક કાર્યોનો શુભ સમય
અભિજીત ૧ર-૧૧થી ૧ર-પપ સુધી, ૭-૦૬ થી અમૃત-૮-ર૮ સુધી,
૯-પ૦ થી શુભ-૧૧-૧૧ સુધી,
૧૩-પપ થી ચલ-લાભ-અમૃત-
ચલ-૧૯-૩૯ સુધી
શુભ હોરા
૭-૦૬થી ૮-૦૦ સુધી,
૮-પપ થી ૯-પ૦ સુધી,
૧૧-૩૯થી ૧૪-રર સુધી,
૧પ-૧૭થી ૧૬-૧ર સુધી,
બ્રહ્માંડના સીતારા
જન્મકુંડલીમાં કંઇ લાઇનમાં મતલબ કે આર્થિક રીતે કંઇ લાઇનમાં લેણુ છે તે ખૂબજ મહત્વનું છે. અહીં ભગવાન કૃષ્ણને કોટી કોટી પ્રામ. ભગવાન શ્રી કૃષ્ણએ કહેલ છે કે કર્મ કરીશ તો જ હું તને ફળ આપીશ. અહીં ગ્રહો કંઇ લાઇનમાં લાભ બતાવે છે તે જાણવું જે લાઇનમાં મનમાં રૂચી હોય તે પણ ધ્યાન રાખવું. ઘણા લોકો કોઇની મીલકત કે નાણા કોઇ તરકીબ કરીને પચાવી કે પડાવી લીધા હોય ત્યારે તેનો સમય સારો ચાલતો હોય તેઓ પણ સમજતા હોય છે કે આ ખોટુ કરેલ છે. મારે તેઓને મીલકત પાછી આપી દેવી જોઇએ તેઓના નાણા પરત કરી દેવા જોઇએ પણ લાલચ એ એવી વસ્તુ છે કે જે છુટતી નથી અને જીવનમાં મનમાં એક અજંપો ભરી દયે છે. જીવનમાં પૈસા હોવા છતા મનમાં સુખ નથી તો શું કરવું (ક્રમસ)