Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭પ
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪પ
ઇસ્વીસન-ર૦૧૯
તા.ર૩-૧૦-ર૦૧૯,બુધવાર
આસો વદ-૧૦,
ભદ્રા-૧૪-રપ થી રપ-૦૯,
હેમંત ઋત પ્રારંભ, ભારતીય કાર્તિક મહિનો શરૂ,
બુધ વૃશ્ચિકમાં પ્રવેશ કરશે
આજના ગ્રહો
સૂર્ય-તુલા
ચંદ્ર-કર્ક
મંગળ-કન્યા
બુધ-તુલા
ગુરૂ-વૃશ્ચિક
શુક્ર-તુલા
શનિ-ધન
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૪૭,
સૂર્યાસ્ત-૬-૧પ,
જૈન નવકારશી-૭-૩પ
ચંદ્રરાશિ- કર્ક(ડ,હ)
૧પ-૧૩ થી સિંહ (મ,ટ)
નક્ષત્ર-આશ્લેષા
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-૪૮થી લાભ-અમૃત-૯-૪૦ સુધી, ૧૧-૦પ થી શુભ-૧ર-૩૧ સુધી, ૧પ-ર૩ થી ચલ-લાભ-૧૮-૧પ સુધી, ૧૯-૪૯થી શુભ-અમૃત-ચલ-૦-૩૧ સુધી
શુભ હોરા
૬-૪૮થી ૮-૪ર સુધી, ૯-૪૦થી ૧૦-૩૭ સુધી, ૧ર-૩૧ થી ૧પ-ર૩ સુધી, ૧૬-ર૧થી ૧૭-૧૮ સુધી
બ્રહ્માંડના સિતારા
ઘણી વખત જગ્યાનો મકાનનો કે દુકાનનો પ્રભાવ જોવા મલે છે. ઘણા લોકો મારી પાસે આવે છે કે કુમારભાઇ અમો નવા બંગલામાં રહેવા ગયા પછી ઘરમાં પરિવારના સભ્યોમાં અશાંતિ રહે જે જુના મકાનમાં અમોને પ્રેમ મલતો અને સુખી હતા આનું કારણ શું ? અહીં જુની મિલકતના ગ્રહો પાવર ફુલ હોય છે. મતલબ કે તે જગ્યાને સુખ શાંતિ વાળી સમૃદ્ધિ વાળી કહી શકાય તે જગ્યામાં પરિવારના વડીલોએ ધર્મ ધ્યાન કરેલુ હોય પોતાના ઇષ્ટ દેવના મંત્ર જાપ કરેલા હોય વર્ષોની તપસ્યા હોય અને જે તે લઇને તે જગ્યા પવિત્ર થઇ ગઇ હોય છે. લકઝરીયસ સુવિધા ન હોવા છતાં તે જગ્યામાં સુખ મલે છે તો કયારેક એવી જગ્યા એ એવી સંપતિ જીવનમાં અશાંતિ સર્જી શકે છે તો આનો પણ રસ્તો તો હોય જ ને.