Gujarati News

Gujarati News

સોમવારનું પંચાંગ
તા.૨૩-૯-ર૦૧૯,સોમવાર
ભાદરવા વદ-૯
નોમનું શ્રાદ્ધ,અવિધવા નોમ, ભારતીય આશ્નિ
સૂર્યોદય-૬-૩૭, સૂર્યાસ્ત-૬-૪ર,
જૈન નવકારશી-૭-૨પ
ચંદ્રરાશિ-મિથુન (ક,છ,ઘ)
ર૮-૪૮થી કર્ક (ડ, હ)
નક્ષત્ર-આર્દ્રા
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-૩૭થી અમૃત-૮-૦૮ સુધી,૯-૩૮ થી શુભ-૧૧-૦૯ સુધી, ૧૪-૧૦થી ચલ-લાભ-અમૃત-ચલ-ર૦-૧૧ સુધી, ર૩-૧૦થી લાભ-૦-૪૦ સુધી,
શુભ હોરા
૬-૩૭ થી ૭-૩૭ સુધી ૮-૩૮થી
૯-૩૮ સુધી, ૧૧-૩૯થી ૧૪-૪૦ સુધી, ૧પ-૪૧ થી ૧૬-૪૧ સુધી
બ્રહ્માંડના સિતારા
મેળાપક બાબત શનિ-રાહુ અને સૂર્યનું ખૂબજ મહત્વ રહેલ છે. અહીં મેળાપક થઇ જશે એટલે લગ્નજીવન સારૂ ચાલશે તેવું પણ ન માનવુ઼ કારણ કે અહીં ગ્રહોની સાથે સાથે વહેવારીક ઉપયોગ એટલે કે વહેવારીક અભિગમ જરૂરથી અપનાવવો જોઇએ. કારણ કે લગ્ન એ ફકત યુવક યુવતિના લગ્ન નથી થતાં પણ તેની સાથે પરિવારના સભ્યોના વહેવારો તેમની સમજણ શકિત ખાસ કરીને યુવકના માતા પિતાનો પરિવારના સભ્યો ખાસ કરીને પોતાના દીકરાની પત્ની અને પોતાના પરિવારની કુળવધુ જેને પુત્રવધુ કહેવાય છે તેને જો યુવકના પરિવારના સભ્યો સારી રીતે સમજી શકે અને તેને દીકરી જેટલુ કે તેનાથી વધુ વહાલ અને પ્રેમ આપો તો લગ્નજીવન ખરેખર સારૂ રહેશે અને કુટુંબમાં ઉત્સાહ અને આનંદ છવાયેલો રહેશે.