Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવહન શક-૧૯૪૦
વીર સંવત રપ૪૪
ઇસ્વીસન-ર૦૧૮
તા.૨૩-૯-ર૦૧૮ રવિવાર
ભાદરવા સુદ-૧૪,વૃદ્ધિતિથિ-ગોત્રી રાત્રી વ્રતનો આરંભ, અનંત ચતુદર્શી, ભારતીય અધિક
મહિનો શરૂ (પંચક) વિષૃવદિન-દક્ષિણ ગોલારંભ,
આજના ગ્રહો
સૂર્ય-કન્યા
ચંદ્ર-કુંભ
મંગળ-મકર
બુધ-કન્યા
ગુરૂ-તુલા
શુક્ર-તુલા
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૩૭, સૂર્યાસ્ત-૬-૪૧,
જૈન નવકારશી-૭-રપ
ચંદ્ર રાશિ- કુંભ (ગ,સ)
નક્ષત્ર-શતતારા,
માંગલિક કાર્યોનો શુભ સમય
૮-૦૮થી ચલ-લાભ-અમૃત-
૧ર-૩૯ સુધી ૧૪-૧૦થી
શુભ-૧પ-૪૧ સુધી, ૧૮-૪ર થી
શુભ-અમૃત-ચલ-ર૩-૧૦ સુધી
શુભ હોરા
૭-૩૮થી ૧૦-૩૯ સુધી, ૧૧-૩૯થી ૧ર-૩૯ સુધી, ૧૪-૪૦થી ૧૭-૪૨ સુધી, ૧૮-૪ર થી ૧૯-૪૧ સુધી
બ્રહ્માંડના સિતારા
કયારેક મા બાપની મહત્વકાંક્ષાઓને લઇને સંતાનો હેરાન થતા હોય છે. અહીં ગ્રહો તો થોડો ભાગ ભજવે છે, પણ વ્યકિતના વિચારોને પણ ધ્યાનમાં લેવાના છે. એક પરિવારમાં માસીક આવક એક લાખથી વધુ છે તેને એક સંતાન છે હવે સંતાનની સાથેની બધી વ્યકિતઓ મતલબ કે ૪-પ-મિત્રોને નોકરી મલી ગઇ છે આ યુવકને નોકરી મલે છે પણ તેને અમુક જ નોકરી મલે તો જ કરવી છે જયારે માતાપિતા જલદી નોકરી મલી જાય તેવું વિચારે છે જેથી સંતાનને થોડી હતાશ થઇ જાય છે સાથે સાથે યુવકનું લગ્નનું ખાનુ થોડુ નબળુ છે છતાં માતાપિતા જલદી લગ્નપણ થઇ જાય તેવી રજુઆતો કરે છે. અહીં માતા પિતા ફકત પોતાનો સ્વાર્થ ધ્યાનમાં રાખે છે.