Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭પ
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪પ
ઇસ્વીસન-ર૦૧૯
તા.૨૩-૮-ર૦૧૯ શુક્રવાર
શ્રાવણ વદ-૭, ભારતીય ભાદ્રપદ મહિનો શરૂ, શ્રીકૃષ્ણ જયંતિ, શરદ ઋતુ -કાલાષ્ટમી,
આજના ગ્રહો
સૂર્ય-સિંહ
ચંદ્ર-મેષ
મંગળ-સિંહ
બુધ-કર્ક
ગુરૂ-વૃશ્ચિક
શુક્ર-સિંહ
શનિ-ધન
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૨૭,
સૂર્યાસ્ત-૭-૧ર,
જૈન નવકારશી-૭-૧પ,
ચંદ્રરાશિ-મેષ (અ,લ,ઇ),
૮-પ૭ થી વૃષભ (બ,વ,ઉ)
નક્ષત્ર-કૃતિકા
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-ર૮થી ચલ-લાભ-અમૃત-
૧૧-૧૪ સુધી, ૧રપ-પ૦ થી
શુભ-૧૪-રપ સુધી, ૧૭-૩૬થી
ચલ-૧૯-૧ર સુધી,
શુભ હોરા
૬-ર૮થી ૯-૩૯ સુધી,
૧૦-૪૩ થી ૧૧-૪૬ સુધી,
૧૩-પ૩ થી ૧૭-૦૪ સુધી,
૧૮-૦૮ થી ૧૯-૧ર સુધી,
બ્રહ્માંડના સિતારા
જન્મકુંડલીમાં જો લગ્નેશ કેન્દ્રમાં હોય તો આવી વ્યકિતનું શરૂઆતનું જીવન સંઘર્ષમય રહેલ હોય તેવું બની શકે. હવે આવી વ્યકિતના જીવતા મેરેજ પછી પરિવર્તન થવાનો યોગ છે કે કેમ ? તે જોઇ લેવા જન્મકુંડલીમાં જો બુધની સાથે ગુરૂની સ્થિતિ હાજર હોય અથવા બુધ ઉપર ગુરૂની દૃષ્ટિ પડતી હોય તો આવી વ્યકિતના જીવનમાં લગ્ન પછી સારો એવો ભાગ્યોદય જોઇ શકાય છે સાથે સાથે આવી વ્યકિત ખૂબજ મહેનતુ અને ઇમાનદાર પણ હોય છે જોકે કોઇ એક ગ્રહને લઇને ફળાદેશ ન કરવું જોઇએ જન્મની મહાદશાને પણ ધ્યાનમાં લેવી જોઇએ.