Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવહન શક-૧૯૪૦
વીર સંવત રપ૪૪
ઇસ્વીસન-ર૦૧૮
તા.૨૩-૮-ર૦૧૮ ગુરૂવાર
શ્રાવણ સુદ-૧ર, પ્રદોષ, ભારતીય ભાદ્રપદ મહિનો શરૂ, શરદ ઋતુ પ્રારંભ, સ્થિર યોગ-૧૦-૧૭થી
સૂર્યોદય , પવિત્રા બારસ
આજના ગ્રહો
સૂર્ય-સિંહ
ચંદ્ર-ધન
મંગળ-મકર
બુધ-કર્ક
ગુરૂ-તુલા
શુક્ર-કન્યા
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-ર૭, સૂર્યાસ્ત-૭-૧૧
જૈન નવકારશી-૭-૧પ
ચંદ્ર રાશિ-ધન (ભ,ફ,ઘ,ઢ)
૧૦-ર૬ થી મકર (ખ,જ)
નક્ષત્ર-ઉતરાષાઢા
કાર્યોનો શુભ સમય
૬-ર૮થી શુભ-૮-૦૪ સુધી,
૧૧-૧૪ થી ચલ-લાભ-અમૃત-
૧૬-૦૧, ૧૭-૩૬થી શુભ-અમૃત-ચલ-રર-૦૧
શુભ હોરા
૬-ર૮થી ૭-૩ર સુધી, ૯-૩૯થી ૧ર-પ૦ સુધી, ૧૩-પ૩ થી ૧૪-પ૭ સુધી, ૧૭-૦૪થી ર૦-૦૮ સુધી
બ્રહ્માંડના સિતારા
જયોતિષ શાસ્ત્રમાં જો તમારે સચોટ અને સાચુ માર્ગદર્શન મેળવવું હોય તો ફકત જન્મકુંડલીનો જ સહારો લેવો તે ઉપરાંત જન્મકુંડલીની સાથે સાથે પ્રશ્ન કુંડલી પણ ઉપયોગમાં લઇ શકાય. ઘણી વખત લોકોએ બધીજ આંગળાઓમાં વીટી પહેરેલી હોય આવા લોકો અંધશ્રદ્ધામાં અટવાયેલા રહે છે અને જીવનમાં પોતાની પ્રગતિને અવરોધે છે. કયારેક લોલક દ્વારા ભવિષ્ય જોવડાવે છે આવા લોકોની અંદર બુદ્ધિ પ્રતિભાનો અભાવ હોય છે કારણ કે તેઓ એટલુ સમજી શકતા નથી કે આ બધુ બોગસ છે મારો ઇરાદો લોકોને અંધ શ્રદ્ધામાં ન અટવાઇ જવાય તે બાબત હું વાંચકોને સતર્ક કહુ છું . વસ્તુમાં કોઇ લાભ નથી મલતો પણ તમોને પ્રશ્નો પૂછીને પોતાનું લોજીક ચલાવીને જવાબ આપે છે જે તર્ક હોય છે.