Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭પ
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪પ
ઇસ્વીસન-ર૦૧૯
તા.૨૩-૪-ર૦૧૯ મંગળવાર
ચૈત્ર વદ-૪, વિંછુડો ૧૭-૧૭ સુધી, કુમાર યોગ પ્રારંભ-૧૭-૧૭
આજના ગ્રહો
સૂર્ય-મેષ
ચંદ્ર-વૃશ્ચિક
મંગળ-વૃષભ
બુધ-મીન
ગુરૂ-વૃશ્ચિક
શુક્ર-મીન
શનિ-ધન
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-રર
સૂર્યાસ્ત-૭-૦૮,
જૈન નવકારશી-૭-૧૦
ચંદ્ર રાશિ-વૃશ્ચિક (ન,ય)
નક્ષત્ર-જયેષ્ઠા
માંગલિક કાર્યોનો શુભ સમય
૯-૩૪થી ચલ-લાભ-અમૃત-૧૪-રર સુધી, ૧પ-પ૮થી શુભ-૧૭-૩૩ સુધી, ર૦-૩૩ થી લાભ-ર૧-પ૭ સુધી, ર૩-ર૧થી શુભ-અમૃત-ચલ-૩-૩૩ સુધી
શુભ હોરા
૮-૩૦ થી ૧૧-૪ર સુધી, ૧ર-૪૬થી ૧૩-પ૦ સુધી, ૧પ-પ૮ થી ૧૯-૦૯ સુધી ર૦-૦પ થી ર૧-૦૧ સુધી
બ્રહ્માંડના સિતારા
હું મારી બધી જ કોલમોમાં ચોક્કસ એવું લખું છું કે જયોતિષ શાસ્ત્રની મર્યાદા હોય છે. એટલે જ એક કહેવત છે કે 'ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે.'
-ઇશ્વરની ગતિ તે માપવા માટેની કોશીષ થઇજ શકતી નથી. કયારેક હલકાવૃતિ વાળા લુખા અને અજ્ઞાની લોકો મોજશોખમાં જીવી શકે છે. આર્થિક રીતે પણ ખૂબજ સારૂ હોય છે. દર વર્ષે પોતાની મૂડીમાં વધારો કરતા રહે છે અને કોઇ તનતોડ મહેનત કરતા લોકો પોતાનો ખર્ચ પણ માડ માડ કાઢે છે તો શું સમજવું કે ઇશ્વર નથી જ કે પછી ઇશ્વર પણ હલકી વૃતિ વાળાને મદદ કરે છે. અહીં જયોતિષ શાસ્ત્રનું માર્ગદર્શન ખૂબજ ઉપયોગી રહે છે. જન્મકુંડલીમાં ભારણ કેવું છે તે ખૂબજ મહત્વનું છે.