Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૭
ઇસ્વીસન-ર૦૨૧
તા.ર૪-ર૦ર૧ રવિવાર
પોષ સુદ-૧૧
પુત્રાદા એકાદશી
રોહીણી
બન્યાદિ, રોહિકાન
ભદ્રા-૧૦-૦૩ થી રર-પ૮
રવિવાર ર૪-૦૧ સુધી
સૂર્ય-મકર
ચંદ્ર-વૃષભ
મંગળ-મેષ
બુધ-મકર
ગુરૂ-મકર
શુક્ર-ધન
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર
સૂર્યોદય-૭-ર૯,
સૂર્યાસ્ત-૬-૨૮
જૈન નવકારશી-૮-૧૭
ચંદ્ર રાશિ- વૃષભ (બ.વ.ઉ.)
નક્ષત્ર-રોહિણી
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-૩૭ થી ૧૩-ર૧ અભિજાત સુધી
૮-પર થી ચલ-લાભ-અમૃત-૧ર-પ૭ સુધી ૧૪-રરથી શુભ-૧પ-૪૪ સુધી, ૧૮-ર૪થી શુભ-અમૃત-ચલ-ર૩-રર સુધી
શુભ હોરા
૮-ર૪ થી ૧૧-૦૯ સુધી, ૧ર-૦૪ થી ૧ર-પ૯ સુધી, ૧૪-૪૯ થી ૧૭-૩૪ સુધી, ૧૮-ર૯થી ૧૯-૩૪ સુધી
બ્રહ્માંડના સિતારા
આજે એકાદશીનું વ્રત શ્રધ્ધા પૂર્વક કરવું દાન-પુન કરવુ જરૂરીયાત વાળી વ્યકિતઓને મદદ કરવી જન્મ કુંડલીયામાં જો ગુરૂ લગ્નમાં હોય તો આવી વ્યકિતના ગ્રહોને ગુરૂનું બળ મળે છે. જો જન્મ કુંડલીમા ગુરૂ કેન્દ્રમાં હોય તો આવી વ્યકિતને રાજયોગ જેવુ ફળ મળે છે ગુરૂ કેન્દ્રમાં હોય તો એક હજાર દોષોનો નાસ કરે છે હવે રાજયોગનો મતલબ કે આવી વ્યકિતનો પુરૂષાર્થ કરે તો જરૂર સારૂ ફળ મળે છે. કયારેક વ્યકિતના ગ્રહો સારા હોવા છતાં આળસવૃતિને લઇને સારી તક જતી કરે છે. અહી જયારે ગ્રહોની સ્થિતિ સારા હોય ત્યારે વ્યકિતએ વધારે મહેનત કરવી અને યોગ્ય દિશામાં મહેનત કરવી મહેનત વગર ચમત્કાર નહી થાય. અંધ શ્રધ્ધામાં ન પડવું કયારેક મહેનત કરવા છતાં પણ સફળતા નથી મળતી તો અંધ શ્રધ્ધામાં ન પડવું -શ્રધ્ધાપૂર્વક કાર્યને વળગીને રહેવું.