Gujarati News

Gujarati News

શુક્રવારનું પંચાંગ
તા.૨ર-૩-ર૦૧૯ શુક્રવાર
ફાગણ વદ-ર
સંત તુકારામ બીજ ભારતીય
નૂતન વર્ષ ચૈત્ર મહિનો શરૂ
૧૯૪૧-મંગળ વૃષભમાં પ્રવેશ કરશે
સૂર્યોદય-૬-પ૧, સૂર્યાસ્ત-૬-પ૬,
જૈન નવકારશી-૭-૩૯
ચંદ્ર રાશિ-કન્યા (પ,ઠ.ણ)
રર-૦ર થી તુલા (ર,ત)
નક્ષત્ર-હસ્ત
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-પ૧ થી ચલ-લાભ-અમૃત-૧૧-ર૪ સુધી, ૧ર-પ૪થી શુભ-૧૪-રપ સુધી, ૧૭-ર૭ થી ચલ-૧૮-પ૮ સુધી, ર૧-પ૬થી લાભ-ર૩-પપ સુધી
શુભ હોરા
૬-પ૧ થી ૯-પ૩ સુધી, ૧૦-પ૩ થી ૧૧-પ૪ સુધી, ૧૩-પપ થી ૧૬-પ૭ સુધી, ૧૭-પ૭થી ૧૮-પ૮ સુધી
બ્રહ્માંડના સિતારા
જન્મકુંડલીમાં જન્મ લગ્નમાં જો મંગળ હોય તો આત્મવિશ્વાસ સારો હોય છે જો પોતાની રાશિનો એટલે કે મેષ રાશિનો હોય અથવા વૃશ્ચિક રાશિનો મંગળ હોય તો આવી વ્યકિતને રાજયોગ જેવું ફળ મલે છે. આર્થિક રીતે સારૂ હોય છે ખૂબજ મહેનતુ હોય છે અહીં લગ્નજીવનમાં તકલીફો રહેતી હોય તો જન્મકુંડલી ઉપરથી માર્ગદર્શન લેવું જોઇએ અને જન્મના બીજા ગ્રહોને ધ્યાનમાં લઇને પોતાના જીવનમાં શું કરવું શું ધ્યાન રાખવું તે બાબત જાળવવુ જોઇએ. રોજ ગાયને રોટલી ને ગોળ દેવો થોડી ધીરજ રાખવી કોઇ ઉતાવળા નિર્ણયો ન જ લેવા કલર-કેમીકલ જેવી લાઇનને અનુકુળતાઓ બનાવે છે. રોજ પક્ષીને ચણ નાખવું પોતાના ગ્રહોનું કાઉન્સેલીંગ કરાવી લેવું.