Gujarati News

Gujarati News

શુક્રવારનું પંચાંગ
તા.૯-૧૧-ર૦૧૮ શુક્રવાર
કારતક સુદ-ર
ચિંદ્રદર્શન-ભાઇબીજ, પપ દ્વિતીયા, રાજયોગ-સૂર્યોદયથી ર૦-૩પ,
સૂર્યોદય-૬-પ૬, સૂર્યાસ્ત-૬-૦પ
જૈન નવકારશી-૭-૪૪
ચંદ્ર રાશિ- વૃશ્ચિક (ન,ય)
નક્ષત્ર-અનુરાધા
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-પ૭થી ચલ-લાભ-અમૃત-૧૧-૦૭ સુધી,૧ર-૩૧થી શુભ- ૧૩-પ૪ સુધી, ૧૬-૪૧ થી ચલ-૧૮-૦પ સુધી,
ર૧-૧૮થી લાભ-રર-પપ સુધી,
શુભ હોરા
૬-પ૭થી ૯-૪૪ સુધી, ૧૦-૩૯થી ૧૧-૩પ સુધી, ૧૩-ર૭થી ૧૬-૧૪ સુધી, ૧૭-૦૯ થી ૧૮-૦પ સુધી,
બ્રહ્માંડના સિતારા
સમય ભાગદોડ વાળો થઇ ગયો છે. ઇન્ટરનેટની ઝડપની જેમ વ્યકિતઓ પાસે પણ ઝડપી સમય છે. આવા સમયમાં પણ થોડો સમય કાઢવો જોઇએ. આજે ભાઇબીજનો તહેવાર છે. ભાઇઓ આજે બહેનને ત્યાં જમવા ત્યારે બહેનને જરૂરી વસ્તુની ભેટ આપે છે. અને બહેનના આર્શિવાદ લ્યે છે. આજના દિવસ ભાઇ-બહેનો સાથે કોઇ મનદુઃખ થવું હોય તો તે ભૂલી જવાનું અને આજથી મતભેદો ભૂલીને ભાઇ-બહેનોએ એક બીજાને મદદરૂપ થયાની ઇચ્છા બળવાન બનાવવી-પોતાના ઇષ્ટદેવની પૂજા કરવી જો. જન્મનો ગુરૂ જન્મના ચંદ્રથી કે જન્મ-લગ્નથી કેન્દ્રમાં હોય તો આવી વ્યકિતઓ ખૂબજ સમજદાર અને ઉદાર હોય છે.