Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭પ
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪પ
ઇસ્વીસન-ર૦૧૯
તા.૨૧-૯-ર૦૧૯,શનિવાર ભાદરવા વદ-૭
સાતમનું શ્રાદ્ધ, રવિયોગ-૧૧-૧ર સુધી, ભદ્રા-૮-ર૧ સુધી, રોહિણી
આજના ગ્રહો
સૂર્ય-કન્યા
ચંદ્ર-વૃષભ
મંગળ-સિંહ
બુધ-કન્યા
ગુરૂ-વૃશ્ચિક
શુક્ર-કન્યા
શનિ-ધન
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૩૬
સૂર્યાસ્ત-૬-૪૪,
જૈન નવકારશી-૭-૨૪
ચંદ્રરાશિ-વૃષભ (બ,વ,ઉ)
નક્ષત્ર-રોહિણી
માંગલિક કાર્યોનો શુભ સમય
૮-૦૭ થી શુભ-૯-૩૮ સુધી,
૧ર-૪૦ થી ચલ-લાભ-અમૃત-
૧૭-૧૩ સુધી, ૧૮-૪૪ થી લાભ-ર૦-૧૩ સુધી, ર૧-૪રથી શુભ-અમૃત-ચલ-ર-૦૯ સુધી,
શુભ હોરા
૭-૩૭ થી ૮-૩૮ સુધી,
૧૦-૩૯થી ૧૩-૪૧ સુધી,
૧૪-૪ર થી ૧પ-૪ર સુધી,
૧૭-૪૩ થી ર૦-૪૩ સુધી
બ્રહ્માંડના સિતારા
જન્મકુંડલીમાં સામાન્ય રીતે પ્રથમ સ્થાન ચોથુ સ્થાન, સાતમુ સ્થાન અને આઠમુ સ્થાન તથા બારમુ સ્થાન છે તેમાં જો મંગળ હોય તો મંગળદોષ વાળી કુંડલી કહેવાય છે. અહીં હું મારા વર્ષોના અનુભવો અને લાખો જન્મકુંડલીઓ જોયા પછી હું એવું ફળાદેશ કરી શકુ છું કે જો જન્મકુંડલીમાં આવા સ્થાનમાં મંગળ હોય તો આવી વ્યકિતઓ નસીબદાર હોય છે. આ આર્ટીકલ મારે ફરી ફરીને લખવો પડે છે જેથી મારા લેખો વાંચીને સાચુ માર્ગદર્શન મલે તેવી મારી હૃદયની ઇચ્છા હોય છે અને હંમેશા હું ઇશ્વરને પ્રાર્થના કરૂ છું કે મારૂ માર્ગદર્શન વાંચકોને ઉપયોગી રહે અને કોઇ ખોટા ચક્કરમાં કે વહેમમાં ન પડે તેવી મારી પ્રબળ ઇચ્છા રહે છે. ઇશ્વર સહુને સુખી રાખે રોજ સૂર્ય નમસ્કાર કરવા. (ક્રમશ)