Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવહન શક-૧૯૪૦
વીર સંવત રપ૪૪
ઇસ્‍વીસન-ર૦૧૮
તા.૨૧-૯-ર૦૧૮ શુક્રવાર
ભાદરવા સુદ-૧ર,વામન જયંતિ, રાજયોગ ૧૬-૪૭થી ર૭-૪ર, પંચક પ્રારંભ-૩૦-૧રથી
આજના ગ્રહો
સૂર્ય-કન્‍યા
ચંદ્ર-મકર
મંગળ-મકર
બુધ-કન્‍યા
ગુરૂ-તુલા
શુક્ર-તુલા
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-કુંભ
પ્‍લુટો-ધન
સૂર્યોદય-૬-૩૬, સૂર્યાસ્‍ત-૬-૪પ,
જૈન નવકારશી-૭-ર૪
ચંદ્ર રાશિ- મકર (ખ,જ)
૩૦-૧રથી કુંભ (ગ,સ)
નક્ષત્ર-ઘનિષ્‍ઠા
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-૩૭થી ચલ-લાભ-અમૃત-૧૧-૦૯ સુધી, ૧ર-૪૦થી શુભ-૧૪-૧૧ સુધી, ૧૭-૧૩થી ચલ-૧૮-૪૪ સુધી, ર૧-૪ર થી લાભ-ર૩-૧૧ સુધી,
શુભ હોરા
૬-૩૭થી ૯-૩૮ સુધી,
૧૦-૩૯થી ૧૧-૪૦ સુધી,
૧૩-૪૧ થી ૧૬-૪૩ સુધી,
૧૭-૪૩થી ૧૮-૪૪ સુધી
જ્જ બ્રહ્માંડના સિતારા : -
સામાન્‍ય રીતે સાતમે રાહુ કે પ્રથમ સ્‍થાનમાં રાહુ હોય તો લગ્નજીવનમાં મુશ્‍કેલી રહે તેવી એક માન્‍યતા છે અથવા જયોતિષના શોખીન લોકો આવી વાત રજૂ કરતા હોય છે પણ ખરેખર આવું જ બનશે તે બાબત ન માનવી કારણ કે જન્‍મકુંડલીમાં સાતમે રાહુ હોવા છતાં પણ લગ્ન જીવન સારૂ રહેતું હોય તેવા ઘણા બધા દાખલા મે જોયેલા છે. કારણ કે જન્‍મનો ગુરૂ કંઇ સ્‍થિતિમાં છે તે પણ ખાસ જોવું જોઇએ તે ઉપરાંત સાતમા સ્‍થાનનો માલિક કયો ગ્રહ બને છે તે નક્કી કરવું-કયારેક સાતમે ગુરૂ કે શુક્ર કે ચંદ્ર પણ લગ્નજીવનમાં તનાવ કે તકલીફો ઉભી કરી શકે છે. અહીં જયોતિષ શાષાની મર્યાદા અને વ્‍યકિતની પોતાની બૌદ્ધિકતા તેના વિચારો સમજ શકિત પણ ધ્‍યાનમાં લેવી જોઇએ.