Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭પ
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪પ
ઇસ્વીસન-ર૦૧૯
તા.ર૧-પ-ર૦૧૯ મંગળવાર
વૈશાખ વદ-૩, ભદ્રા-૧૩-ર૬થી રપ-૪૧ , સાયન સૂર્ય મિથુનમાં
આજના ગ્રહો
સૂર્ય-વૃષભ
ચંદ્ર-ધન
મંગળ-મિથુનં
બુધ-વૃષભ
ગુરૂ-વૃશ્ચિક
શુક્ર-મેષ
શનિ-ધન
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૦૬,
સૂર્યાસ્ત-૭-૧૯
જૈન નવકારશી-૬-પ૪
ચંદ્ર રાશિ-ધન (ભ,ફ,ધ,ભ)
નક્ષત્ર-મૂળ
માંગલિક કાર્યોનો શુભ સમય
૯-રપ થી ચલ-લાભ-અમૃત-૧૪-ર૩ સુધી, ૧૬-૦૩ થી શુભ-૧૭-૪ર સુધી, ર૦-૪ર થી લાભ-રર-૦૩ સુધી, ર૩-ર૩થી શુભ-૦-૪૯ સુધી
શુભ હોરા
૮-૧૯થી ૧૧-૩૮ સુધી, ૧ર-૪૪ થી ૧૩-પ૦ સુધી, ૧૬-૦૩ થી ૧૯-ર૧ સુધી, ર૦-૧પ થી ર૧-૦૯ સુધી,
બ્રહ્માંડના સિતારા
ગ્રહોનો પરિવર્તન યોગ જીવનમાં ખૂબજ સફળતા અપાવે છે. લગ્નેશ અને ભાગ્યેશનું પરિવર્તન લગ્નેશ અને પંચમેશનું પરિવર્તન જીવનમાં ન ધારેલી સફળતા અપાવે છે. આવા યોગમાં જન્મેલી વ્યકિતને આર્થિક રીતે ખૂબજ લાભ રહે છે. સારો અભ્યાસને લઇને સારી નોકરીની તક મલે છે અને તેની સાથે સાથે સારો ધંધો પણ તેઓના હાથમાં આવી શકે છે. અહીં કયારેક સગાઇ લગ્ન પછી લગ્ન થતા જ તેના જીવનમાં શુભ અસર થાય છે અને જેને લઇને એમ કહી શકાય કે લગ્ન પછી ભાગ્યોદય થયો તેમ કહી શકાય તો કોઇને સંતાનોના જન્મ પછી પણ ભાગ્યોદય થાય છે અને ન ધારેલી સફળતા મેળવે છે.