Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭પ
શાલિવહન શક-૧૯૪૦
વીર સંવત રપ૪પ
ઇસ્વીસન-ર૦૧૯
તા.૨૧-૩-ર૦૧૯,ગુરૂવાર
ફાગણ સુદ-૧પ,
એકમનો ક્ષય છે. શ્રી ચૈતન્ય જયંતિ-ધૂળેટી, આમ્રકુસુમ પ્રાશન, જમશેદજી નવરોજ,
શુક્ર-કુંભમાં
આજના ગ્રહો
સૂર્ય-મીન
ચંદ્ર-કન્યા
મંગળ-મેષ
બુધ-કુંભ
ગુરૂ-વૃશ્ચિક
શુક્ર-મકર
શનિ-ધન
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-પર
સૂર્યાસ્ત-૬-પ૬,
જૈન નવકારશી-૭-૪૦
ચંદ્ર રાશિ-કન્યા (પ,ઠ.ણ)
નક્ષત્ર-ઉતરા ફાલ્ગુની
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-પર થી શુભ-૮-ર૩ સુધી, ૧૧-ર૪ થી ચલ-લાભ-અમૃત-૧પ-પ૬ સુધી, ૧૭-ર૭થી શુભ-અમૃત-ચલ-ર૧-પ૬ સુધી,
શુભ હોરા
૬-પર થી ૭-પર સુધી, ૯-પ૩ થી ૧ર-પપ સુધી, ૧૩-પપ થી ૧૪-પ૬ સુધી, ૧૬-પ૭થી ૧૯-પ૭ સુધી,
બ્રહ્માંડના સિતારા
સામાન્ય રીતે જયોતિષના શોખીનો કયારેક જીવનમાં ખૂબજ ગોટે ચડી જાય છે. પોતાની જાતને સ્માર્ટ માને છે અને પછી અંધશ્રદ્ધામાં અટવાઇને બરબાદ થઇ જાય છે. આવી વ્યકિતની કુંડલીમાં મોટે ભાગે સૂર્ય પાવરફુલ હોય છે પણ સ્થાનબળ નથી મલતું જેથી આવી વ્યકિતઓ અભિમાની હોય છે અને તેના અભિમાની સ્વભાવને લઇને તે તકલીફોમાં આવી જાય છે. પોતે જ હોંશીયાર છે તેવું માને છે. બીજાની સાચી સલાહને ધ્યાનમાં નથી લેતા જેને લઇને હંમેશા સારા મિત્રો ગુમાવે છે આવી વ્યકિતઓએ રવિવારના વ્રત ઉપવાસ કરવા પોતાના ગ્રહોનું કાઉન્સેલીંગ કરાવી લેવું અને કયારે શું ધ્યાન રાખવું તેનું માર્ગદર્શન ધ્યાનમાં લેવું. રોજ સૂર્ય નમસ્કાર કરવા.