Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવહન શક-૧૯૪૦
વીર સંવત રપ૪૪
ઇસ્‍વીસન-ર૦૧૮
તા.૨૦-૯-ર૦૧૮ ગુરૂવાર
ભાદરવા સુદ-૧૧, પરિવર્તિની એકાદશી (દહીં-કમળ કાકડી), ભદ્રા-૧ર-૦૦થી રપ-૧૭,
રવિયોગ ૧૩-૪૯ સુધી,
આજના ગ્રહો
સૂર્ય-કન્‍યા
ચંદ્ર-મકર
મંગળ-મકર
બુધ-કન્‍યા
ગુરૂ-તુલા
શુક્ર-તુલા
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-કુંભ
પ્‍લુટો-ધન
સૂર્યોદય-૬-૩૬, સૂર્યાસ્‍ત-૬-૪પ,
જૈન નવકારશી-૭-ર૪
ચંદ્ર રાશિ- મકર (ખ,જ)
નક્ષત્ર-ઉત્તરાષાઢા
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-૩૬થી શુભ-૮-૦૮ સુધી,
૧૧-૦૯થી ચલ-લાભ-અમૃત-
૧પ-૪૩ સુધી, ૧૭-૧૪ થી શુભ-અમૃત-ચલ-ર૧-૪૩ સુધી,
શુભ હોરા
૬-૩૬થી ૭-૩૭ સુધી,
૯-૩૮થી ૧ર-૪૧ સુધી,
૧૩-૪૧ થી ૧૪-૪ર સુધી,
૧૬-૪૩થી ૧૯-૪૯ સુધી
જ્જ બ્રહ્માંડના સિતારા : -
લગ્નજીવનમાં મેળાપક બાબત ખૂબજ સર્તકતા રાખવી જોઇએ ખાસ કરીને જો જન્‍મ લગ્નથી બારમે ચંદ્ર રાહુ હોય અને જન્‍મ લગ્નથી સાતમે સૂર્ય હોય તો આવી વ્‍યકિતનો સ્‍વભાવ ખૂબજ સ્‍વાર્થી અને ખરાબ હોય છે. જો ગુરૂની સ્‍થિતિ સારી હોય અને ચંદ્ર કે સૂર્ય ઉપર ગુરૂની દૃષ્‍ટિ હોય તો વિચારી શકાય કારણ કે ગુરૂની સાત્‍વીકતા જીવનમાં વ્‍યકિતના વિચારોમાં પરિવર્તન આવે છે અને આવી વ્‍યકિતઓ ખુલ્લા મનના હોય છે જેથી કપટ વગરનું જીવન જીવી શકે છે. આ ઉપરાંત ફકત મેળાપક થઇ ગયા એટલે બધુ બરાબર ચાલશે તેવું પણ ન માનવું કારણ કે જયોતિષ શાષાની પણ મર્યાદા હોય છે જેથી જીવનમાં વહેવારીક વ્‍યકિત વધુ સારી સફળતા મેળવે છે.