Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવહન શક-૧૯૪૦
વીર સંવત રપ૪૪
ઇસ્વીસન-ર૦૧૮
તા.૨૦-૬-ર૦૧૮ બુધવાર
બીજો જેઠ સુદ-૮, દુર્ગાષ્ટમી, બુધાષ્ટમી, ભદ્રા-૧૬-રર સુધી,
આજના ગ્રહો
સૂર્ય-મિથુન
ચંદ્ર-સિંહ
મંગળ-મકર
બુધ-મિથુન
ગુરૂ-તુલા
શુક્ર-કર્ક
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૦પ
સૂર્યાસ્ત-૭-૩૧
જૈન નવકારશી-૬-પ૩
ચંદ્ર રાશિ-સિંહ (મ,ટ)
૭-૩૭ થી કન્યા (પ,ઠ,ણ)
નક્ષત્ર-ઉત્તરા ફાલ્ગુની
કાર્યોનો શુભ સમય
૬-૦પ થી લાભ-અમૃત-૯-ર૭ સુધી, ૧૧-૦૮ થી શુભ-૧ર-૪૯ સુધી, ૧૬-૧૧ થી ચલ-લાભ-૧૯-૩૩ સુધી, ર૦-પર થી શુભ-અમૃત-ચલ-૦-૪૯ સુધી,
શુભ હોરા
૬-૦પ થી ૮-૧૯ સુધી,૯-ર૭ થી ૧૦-૩૪ સુધી,૧ર-૪૯ થી ૧૬-૧૧ સુધી,૧૭-૧૮ થી ૧૮-રપ સુધી,
બ્રહ્માંડના સિતારા
ઘણી એવી વ્યકિતઓ હોય છે જે સંપૂર્ણપણે સ્વાર્થી હોય છે. ખાસ કરીને જન્મકુંડલીમાં જો ચંદ્ર છઠ્ઠે હોય કે આઠમે હોય તો આવી કુંડલીનું ખૂબજ બારીકાઇથી અભ્યાસ કરવો જોઇએ. આવી વ્યકિતનો સૂર્ય પણ ખરાબ હોય મતલબ કે આઠમે કે બારમે હોય અહીં એક વાતને ખાસ ધ્યાનમાં લેવી કે સૂર્ય કંઇ રાશિનો છે. જો ગુરૂની સાથે હોય કે બુધ સાથે હોય સૂર્ય ચંદ્ર એકજ રાશિમાં હોય તો ફળાદેશ બદલી શકે છે. શનિ સૂર્ય જો કેન્દ્રમાં હોય તો પણ વ્યકિત ખૂબજ સ્વાર્થી હોય છે. જો શુક્રની સાથે બુધ શનિ હોય તો પણ વ્યકિત ખૂબજ સ્વાર્થી હોય છે. પત્નીની બધી જ વાતો સ્વીકારવી ખૂબજ મહત્વકાંક્ષાને ધ્યાનમાં લઇને સંબંધો રાખે છે. ભાઇ-બહેનો સાથે પણ મતભેદો રાખે છે. વાણી ખૂબજ રફ હોય શકે જોકે બીજા ગ્રહોને લઇને ફળાદેશ ફરી શકે છે.